3 લાખ ડૉક્ટરો આજે હડતાળ પર, દર્દીઓ રામ ભરોસે..

ઈન્ડિયન મેડીકલ એસોસિએશને આજે દેશભરમાં હડતાળનું એલાન કર્યુ છે. હડતાળના કારણે દેશભરના 3 લાખ ડૉક્ટરો હોસ્પિટલમાં આજે ઓપીડીની સેવાઓ નહિ આપે જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

આઈએમએ આ હડતાળ નેશનલ મેડીકલ કાઉન્સિલ બિલ 2019 ના વિરોધમાં બોલાવી છે. ડૉક્ટરોનું કહેવુ છે કે આ બિલ મેડીકલ ફીલ્ડ માટે યોગ્ય નથી આના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

ડૉક્ટરોનું કહેવુ છે કે આ બિલમાં ઘણી ખામીઓ છે. આઈએમએના રાષ્ટ્રીય અધ્યક્ષ શાંતનુ સેનને જણાવ્યુ કે આ બિલ ના માત્ર હકીમોને વૈધતા મળશે પરંતુ લોકોના જીવને પણ જોખમ થશે. એટલા માટે અમે લોકો આ બિલનો વિરોધ કરી રહ્યા છે. આ હડતાળના કારણે મહારાષ્ટ્રના 44 હજાર ડૉક્ટર પણ આજે પોતાની સેવાઓ નહિ આપે. જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

જો કે આઈએમએ સ્પષ્ટ કર્યુ કે હડતાળ દરમિયાન બિનજરૂરી સેવાઓ આપવામાં નહિ આવે. જ્યારે ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. આ હડતાળ આજે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી