September 28, 2020
September 28, 2020

રાજ્યમાંથી 3 નક્સલી ગુજરાત ATS એ ઝડપી પાડ્યા

રાજ્યમાંથી ઝડપાયેલા ત્રણેય નક્સલવાદીઓ ઝારખંડના હોવાનું સામે આવ્યું…

ગુજરાત ATSને વધુ એક મોટી સફળતા મળી છે. રાજ્યમાંથી ત્રણ શંકાસ્પદ નક્સલીઓની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદ એટીએસએ તાપી જીલ્લામાંથી ઝડપી પાડ્યા હતાં. આ ત્રણેય નક્સલવાદીઓ ઝરખંડના હોવાનું સામે આવ્યું છે. સામુ ઓરેયા, બિરસા ઓરેયા અને બબિતા કછપની ધરપકડ કરવામાં આવી છે. તમામની ધરપકડ કરીને આગામી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આજે અમદાવાદ એટીએસ દ્વારા તાપી જીલ્લાના વ્યારાના કટાસવણ ગામેથી 3 સંદીગ્ધોની ધરપકડ કરાઇ છે. ત્રણેય ઝારખંડના હોવાનું અને અહીં છુપાયા હોવાનું સામે આવ્યું હતું. એટીએસના ડીઆઈજી હિમાંશુ શુક્લા અને ઇન્ચાર્જ એસપી દીપેન ભદ્ર સહિતના સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ત્રણેય આરોપીની અટક કરીને અમદાવાદ લઈ અવાયા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત ATSએ ગુપ્ત ઓપરેશન હાથધરીને કાર્યવાહી કરી હતી. ઝડપાયેલા આ ત્રણેય નક્સલીઓ તેઓ ગુજરાતમાં નક્સલી પ્રવૃત્તિઓ ચલાવવા ષડયંત્ર કરતાં હતાં. આ ઘટનાને પગલે ATSના DIG સહિતના અધિકારીઓએ કાર્યવાહી હાથ ધરી છે. આ ઝડપાયેલા શખ્સોને અમદાવાદ ખાતે લાવવામાં આવ્યાં છે.

 47 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર