અંબાજી નજીક વાહનની અડફેટે 3 પદયાત્રીઓના મોત

યાત્રીઓને ટક્કર મારીને ચાલક ફરાર, બે ગંભીર

અંબાજી નજીક વાહનની અડફેટે 3 પદયાત્રીઓના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. આ દુર્ઘટના રાણપુર નજીક સર્જાઇ છે. જેમાં અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો છે. જેમાં વાહન ચાલકે 5 લોકોને ટક્કર મારી હતી જેમાંથી 3 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યાં છે. જેમાં 2 યુવક અને 1 યુવતીના મોતથી પરિવારમાં માતમ છવાયો છે. આ લોકો અંબાજી દર્શન કરવા જતાં હતાં

ગુજરાતમાં અકસ્માતોનો સિલસિલો યથાવત છે. ચોમાસામાં સતત અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે આજે વહેલી સવારે અંબાજીમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. અંબાજીમાં પગપાળા જતા યાત્રીઓને એક અજાણ્યું વાહને ટક્કર મારીને ફરાર થયો હતો. આ ઘટનામાં 3 પદયાત્રીના મોત નિપજ્યા છે. 

ગુજરાતમાં હિટ એન્ડ રનના બનાવો સતત વધી રહ્યાં છે. તેમાં પણ અંધારામાં હાઈવે પર પગપાળા જવું જોખમી બન્યું છે. આવામાં હાલ ભાદરવી પૂનમને લઈને અનેક યાત્રીઓ પગપાળા અંબાજી તરફ જઈ રહ્યાં છે. આવામાં પદયાત્રીઓના જીવ પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. અબાજી નજીક વાહન અડફેટે 3 પદયાત્રીના મોત નિપજ્યા છે. રાણપુર વિસ્તારમાં અજાણ્યા વાહન ચાલકે પગપાળા જતા યાત્રીઓને ટક્કર મારી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. વાહને રાતના અંધારામાં 5 લોકોને ટક્કર મારી હતી. જેમાં 3 ના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. તો 2 યાત્રી ઘાયલ થયા છે. 

મૃતકોના નામ

  • નરેશ બચુભાઈ ડામોર, ઉંમર 16 વર્ષ
  • હરીશ શંકરભાઈ ડામોર, ઉંમર 15 વર્ષ
  • રેશમીબેન ભોઈ, ઉમર 12 વર્ષ

ઘાયલોના નામ

  • ઈન્દ્રા સોમાજી તબીયાડ, ઉંમર 14 વર્ષ
  • રાકેશ ડામોર, ઉંમર 12 વર્ષ 

 48 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી