ગીર સોમનાથમાં તણાઇ ગયેલા 3 લોકોને રેસ્ક્યૂ કરાયા, 4 હજુ ગુમ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કલેક્ટરને ફોન ઘુમાવ્યો

અમદાવાદ સહિત ગુજરાતભરમાં છેલ્લા બિ દિવસથી એકાએક વાતાવરણ પલટાની ભારે અસર વર્તાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પગલે ઉનાના નવાબંદરની અંદાજે 13થી 15 બોટ ડૂબી ગઈ હતી એટલું જ નહીં 15 જેટલા માછીમાર પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે. માછીમારોને શોધવા માટે હેલિકોપ્ટરની મદદ લેવાઈ રહી છે.. તેમજ દરિયામાંથી 3 માછીમારોને આબાદ બચાવી લેવાયા છે જ્યારે હજુ 4 જેટલા માછીમારોની શોધખોળ ચાલુ છે, માછીમારોને શોધવા નેવી, કોસ્ટગાર્ડ, મદદ લેવામાં આવી રહી છે. બીજી બાજુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટર સાથે ફોન પર વાત કરી બચાવ-રાહત કામગીરી ઝડપી કરવા સૂચના આપી છે, તો મુખ્ય સચિવ પંકજ કુમારને સ્થિતિ પર નજર રાખવા સૂચના પણ આવી દેવાઈ છે.

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસરને કારણે રાજ્યમાં ભારે પવન અને વરસાદની આગાહી કરી હતી. તેની સાથે માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચનાઓ પણ આપી હતી. તે છતાંય માછીમારો દરિયામાં ગયાં હતાં. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 129 તાલુકામાં છુટોછવાયો કમોસમી વરસાદ વરસ્યો છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા છેલ્લા 3 દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. સૌથી વધુ સુરતના ઉમેરપાડામાં 6 ઈંચ કમોસમી વરસાદ પડ્યો છે. તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 38 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

 23 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી