જ.કા.ના શોપિયામાં ત્રણ આતંકીઓ ઠાર મરાયા

જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાઇ હતી. જેમાં સેનાએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. આ દરમિયાન ભારે માત્રામાં હથિયારો પણ મળી આવ્યા છે. મળતી વિગત મુજબ, સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. જો કે સેનાએ પણ વળતો પ્રહાર કરી જબડાતોડ જવાબ આપ્યો.

CRPF, આર્મી અને જમ્મૂ-કાશ્મીર પોલીસ દ્વારા આતંકીઓને ઠાર મારવા માટે સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુરક્ષાબળના જવાનોને સફળતા મળી છે. હાલ આ વિસ્તારમાં અન્ય ચારથી છ આતંકીઓ છૂપાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે સુરક્ષાબળે પણ આ સમગ્ર વિસ્તારને ઘેર્યો છે અને આતંકીઓનો ખાતમો બોલાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

તમને જણાવી દઇએ, શોપિયાનમાં છેલ્લા અઠવાડિયામાં આ બીજી અથડામણ સર્જાઇ છે. ગત અઠવાડિયે સેનાએ ઇમામસાહિબ વિસ્તારમાં એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર કર્યો હતો.

 26 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર