પાકિસ્તાનમાં બસ-ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 30ના મોત

ઈદની રજાઓ માણવા જઈ રહ્યા હતા પ્રવાસીઓ

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આજે પેસેન્જર બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ ભીષણ અથડામણમાં 30 લોકોનાં મોત નીપજ્યાં જ્યારે 40થી વધુ લોકો ઘાયલ થયા જે પૈકી 4ની હાલત ગંભીર છે. આ તમામને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બસ સિયાલકોટથી રાજનપુર જઈ રહી હતી. અધિકારીઓના કહેવા મુજબ મોટાભાગના લોકો ઇદની રજા પર ઘરે જવા રવાના થયા હતા. આ દુર્ઘટનામાં 40 થી વધુ લોકો ઘાયલ થયા છે.


અકસ્માતની પુષ્ટિ કરતાં ડેરા ગાઝી કમિશનર ડો.ઇરશાદ અહેમદે મીડિયાને જણાવ્યું કે, માહિતી મળતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ ગઈ હતી. મૃતદેહો અને ઈજાગ્રસ્તોને ડી.એચ.ક્યુ. ટીચિંગ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ગૃહમંત્રી શેખ રશીદે પણ અકસ્માત અંગે દૂ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે આ ઘટના ઈદની આગામી રજા પર ઘરે પરત જનારા લોકો માટે કોઈ મોટી હોનારતથી ઓછી નથી. મૃતકો માટે તેમણે શોક વ્યક્ત કર્યો હતો.

 13 ,  1