પાકિસ્તાનમાં ટ્રેન અકસ્માત : થયા 30 લોકોના મોત…

સિંધમાં મિલ્લત એક્સપ્રેસ સાથે સર સૈયદ એક્સપ્રેસ ટકરાતા સર્જાયો ભીષણ અકસ્માત

અવારનવાર દેશમાં ટ્રેન અકસ્માતના બનાવો બનતા જોવામાં આવે છે .આવામાં ફરીથી એક ઘટના સર્જાઈ છે .મળતી માહિતી મુજબ ,પાડોશી દેશ પાકિસ્તાનમાં આજે સવારે એક ભીષણ રેલવે અકસ્માત સર્જાયો. સિંધના ઘોતકીમાં રેતી અને ડહારકી વચ્ચે બે ટ્રેનોની ભીડંત થતા અનેક લોકોના મોત થયા છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર , અત્યાર સુધી 30 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ટ્રેનના ડબ્બા ઓમાં હજી પણ અનેક લોકો ફસાયેલા છે ,આથી મૃત્યુઆંક વધી શકે છે.

સૂત્રો અનુસાર , મિલ્લત એક્સપ્રેસ અને સર સૈય્યદ એક્સપ્રેસ એકબીજા સાથે ટકરાઈ હતી . આ અકસ્માત ઘોતકી પાસે થયો છે. મિલ્લત એક્સપ્રેસના ડબ્બાઓ બેકાબૂ થઈને બીજા ટ્રેક પર જઈને પડી અને સામેથી આવતી સર સૈયદ એક્સપ્રેસ તેની સાથે ટકરાઈ આ કારણે મિલ્લત એક્સપ્રેસની 8 અને સર સૈયદ એક્સપ્રેસની એન્જિન સહિત ચાર ડબ્બાઓ ટ્રેક પરથી ઉતરી ગયા . આ અકસ્માતમાં અત્યાર સુધી 30 લોકોના માર્યા ગયા હોવાના સમાચાર છે. જ્યારે 40થી 50 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.

વધુ વિગતોમાં , મિલ્લત એક્સપ્રેસ કરાચીથી સરગોધા અને સર સયદ એક્સપ્રેસ રાવલપિંડીથી કરાચી જઈ રહી હતી. અકસ્માત વહેલી સવારે પોણા ચાર વાગ્યાની આસપાસ થયો હોવાનું કહેવાય છે. ટ્રેનની ડબ્બાઓમાં હજુ અનેક મુસાફરો ફસાયેલા હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે .

 40 ,  1