અમદાવાદ : દુબઇમાં જાનૈયા તરીકે નાચ્યા – કુદ્યા અને પાછા વળતી વખતે…

30 જાનૈયાઓમાં જોવા મળ્યા એવા લક્ષણો કે…

હાલમાં ઓમિક્રોન વેરિએન્ટે હાહાકાર મચાવ્યો છે, અને ત્રીજી લહેરની શક્યતાઓ જોવામાં આવી રહી છે ત્યારે લોકો લગ્નમાં મહાલવા દુબઇ સુધી જાય છે, પરંતુ પાછા વળતી વખતે ભેટ સોગાતમાં કોરોના લઇને આવે છે. આવો જ એક કિસ્સો બહાર આવ્યો છે.

દુબઇથી અમદાવાદ પરત ફરેલા 30 લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે, 550 થી વધુ લોકો દુબઈમાં લગ્ન પ્રસંગે ગયા હતા. વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે ત્યારે કોરોનાના નવા વેરિએન્ટે દુનિયામાં દસ્તક લઈ લીધી છે તેની ઝપેટમાં અનેક દેશો આવી ગયા છે ત્યારે કોરોનાનો આ વેરિએન્ટ ડેલ્ટા વેરિએન્ટ કરતા પણ ઘાતક હોવાનું મહાઈ રહ્યું છે એવામાં અમદાવાદના એક સાથે કોરોના 30 નવા કેસ સામે આવ્યા છે,

દુબઇથી અમદાવાદ આવેલા 30 લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે મહત્વનું છે કે દુબઈમાં લગ્ન પ્રસંગે 550થી વધુ લોકો દુબઇ ગયા હતા જેમાંથી  30 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તમામલ લોકોને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર શરૂ કરી દેવામાં આવી છે. કોરોનાનો ભોગ બનેલા લોકોમાં માટો ભાગના યુવાનોનો સમાવેશ થાય છે. 

ઉલ્લેખનીય છે કે કોરોનાનાં ઓમિક્રોન વાયરસના ભારતમાં બે કેસ નોંધાઈ ચૂક્યા હોવાથી તંત્ર દોડતું થયું છે અને સંક્રમણને ફેલાતું અટકાવવા માટે બનતા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એરપોર્ટ પર ટેસ્ટિંગ થઈ રહ્યા છે. સ્ક્રિનિંગમાં પોઝિટિવ આવેલા લોકોના રિપોર્ટ જીનોમ સિકવનસિંગ માટે પૂણે ખાતે મોકલવામાં આવી રહ્યા છે. 

ઓમિક્રોનની દહેશત વચ્ચે ઇન્ટરનેશનલ એરપોર્ટ સતર્કતા વધારી દેવામાં આવી છે, મહત્વનું છે કે UKથી આવેલા એક પ્રવાસીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ઓમિક્રોન વેરિએન્ટને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે જીનોમ સિક્વન્સ માટે સેમ્પલ પુણે લેબમાં મોકવામાં આવ્યા છે UKથી પરત ફરેલા દર્દીને અમદાવાદ બહારની એક હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

વિશ્વમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. વિશ્વમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 671 કેસો નોંધાયા છે. બ્રિટનમાં સતત 5માં દિવસે 1 લાખથી વધુ કોરોનાનાં કેસ આવ્યા હતા કેસો જેમાં ઓમિક્રોન વેરિઅન્ટના નવા 75 કેસ મળ્યા હતા. આ રીતે બ્રિટનમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 134 કેસો નોંધાઈ ચૂક્યા છે. ઇટલીમાં કોરોનાના નવા 17 હજાર 30 કેસો નોંધાયા હતા. ઇટલીમાં એપ્રિલ મહિના બાદ એક દિવસમાં સૌથી વધુ કોરોનાનાં કેસો નોંધાયા હતા. ઇટલીમાં કુલ 4 અને ફ્રાન્સમાં કુલ 2 ઓમિક્રોનના કેસો નોંધાયા છે. અમેરિકામાં 24, જર્મનીમાં 12, બ્રાઝિલમાં 5 ઓમિક્રોનના કેસો નોંધાયા છે. અને ભારતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 2 કેસો નોંધાયા છે.

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી