September 26, 2022
September 26, 2022

રાજકોટ: ખેડૂત પાસેથી ઇન્કમટેક્સ ઓફિસર 30 હજારની લાંચ લેતા ઝડપાયા

રાજકોટની ઇન્કમટેક્સ ઓફિસમાં એસીબીએ દરોડા પાડીને ઇન્સપેક્ટર ઓફિસર એન.પી. સોલંકીને 30 હજાર રુપિયાની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યાં છે. આ અધિકારી ખેડૂત પાસેથી લાંચ લેતા હતાં. હાલ આ મામલે વધુ માહિતી મેળવવામાં આવી રહી છે. એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે.

આ કામના ફરીયાદીને એસેસમેન્ટ વર્ષ-2017-18માં સ્કુટીનીની નોટિસ કાઢી હતી. જે નોટિસનો નિકાલ કરાવવા તથા કોઇપણ જાતની પેનલ્ટી નહીં લગાડવાના અવેજપેટે આરોપીએ ફરીયાદી પાસેથી રૂા.30 હજારની લાંચની માગણી કરતા આ લાંચ ફરીયાદીએ આરોપીને આપવી ન હોય જેથી એ.સી.બી.માં ફરિયાદ કરતા તે આધારે આજ રોજ એસીબીએ લાંચનું છટકુ ગોઠવતા આરોપીએ ફરીયાદી પાસે રૂા.30 હજાર લાંચની માંગણી કરી હતી.

સામાન્ય રીતે ઇન્કમટેક્સમાં સીબીઆઈ દરોડા પાડતું હોય છે. પરંતુ આ મામલામાં મંજૂરી લઇને એસીબીએ દરોડા પાડ્યા હતાં. આ રકમ ઇન્કમ ટેક્સ ઓફિસરના ટેબલના ખાનામાં મુકવાની કહ્યું હતું. આથી ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી