અમદાવાદ : ખોખરામાં લિફ્ટમાં ફસાતા 30 વર્ષીય યુવકનું મોત

નવી કોમર્શિયલ બિલ્ડિંગ શરણમ-6 નાં પહેલા માળે બન્યો બનાવ

શહેરના ખોખરામાં વિસ્તારમાં અનુપમ સિનેમા સામેના શરણમ-6માં 30 વર્ષના યુવાન મંજીત યાદવનું લિફટમાં ફસાતા મોત નીપજીયું હોવાની ઘટના સામે આવી છે. નવી આકાર પામેલી શરણમ-6ના કોમર્શિયલ બિલ્ડીંગમા પહેલા માળે યુવક લીફટમા ફસાયો હતો. જેમાં કરૂણ મોત નિપજ્યું છે.

વિગત મુજબ, ખોખરામાં વિસ્તારમાં અનુપમ સિનેમા સામેના શરણમ-6માં મંજીત યાદવ નામનો યુવક લિફ્ટમાં ફસાયો હતો. ભારેજહેમત બાદ લિફ્ટમાંથી યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ એલ. જી. હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવે તે પહેલા જ તેનુ કરૂણ મોત નીપજીયુ છે. આ બનાવની જાણ સ્થાનિક પોલીસને કરાતા પોલીસ કાફલો હોસ્પિટલમાં દોડી આવ્યો હતો.હાલ આ ગોઝારી દૂર્ઘટનાને કારણે આખા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

વધુ વિગતો માટે રાહ જોવાઇ રહી છે…

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી