આવતીકાલથી વિધાનસભાનું સત્ર શરુ થઇ રહ્યું છે ત્યારે ગાંધીનગરમાં કામકાજ સલાહકાર સમિતિની એક બેઠક યોજાઈ હતી. બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે વિધાનસભામાં સભ્યોને મુદ્દાઓની રજૂઆત કરવા પુરતો સમય મળવો જોઈએ, જે નથી મળી રહ્યો. આદિવાસી વિભાગની માંગણીઓની રજૂઆત માટે એક સત્ર જેટલો પૂરો સમય ફાળવવામાં આવે તેવી તેમણે માંગણી કરી છે.
37 , 1