ભારે વરસાદ અને વીજળી પડતાં 34નાં મોત

પાકિસ્તાનના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડતાં આવેલા પૂર અને વિજળી પડવાના કારણે બાળકો અને મહિલાઓ સહિત 34 જણાના મોત થયા હતા.દક્ષિણ સિંધ પ્રાંતમાં પડેલા ભારે વરસાદના કારણે સોમવારે 18 લોકો માર્યા ગયા હતા તો કેટલાક વીજળી પડવાના કારણે દાઝી જતાં ગુજરી ગયા હતા…

દક્ષિણ સિંધ પ્રાંતમાં પડેલા ભારે વરસાદના કારણે સોમવારે 18 લોકો માર્યા ગયા હતા તો કેટલાક વીજળી પડવાના કારણે દાઝી જતાં ગુજરી ગયા હતા, એમ સત્તાવાળાઓએ કહ્યું હતું. હજુ તો વરસાદનો પ્રથમ જ રાઉન્ડ હતો અને આટલી તબાહી મચાવી દીધી હતી.

મ્યુનિસિપલ સત્તાવાળાઓ પણ ઉંઘતા ઝડપાયા હતા અને ગટરો ઉભરાવવાના અનેક કેસ બન્યા હતા. તો કેટલીક જગ્યાએ વીજળી ખોરવાઇ જતાં અંધારપટ થયું હતું. સોમવાર સાંજ સુધી મોટા ભાગના મેટ્રો શહેરોમાં વીજળી પુરવઠો ખોરવાયો હતો. સૌથી વધારે અસર દક્ષિણ અને મધ્ય ભાગમાં થઇ હોવાનું મ્યુનિ. સત્તાવાળાઓએ કહ્યું હતું.

વૈધશાળામાં કરાચીમાં 70 એમએમ વરસાદ નોંધાયો હતો. તો હવામાન ખાતાએ આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી.હૈદરાબાદમાં સૌથી વધુ 118 મિલિમીટર વરસાદ પડયો હતો. સિંધ પ્રાંતના બદીન, હૈદરાબાદ અને સંઘહાર જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે આઠ લોકોના મોત થયા હતા.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી