શું ભારતમાંથી ખરેખર હજારો ઉદ્યોગપતિઓ ‘પરદેશી’ બની ગયા છે ?

મમતા દીદીના મંત્રીનો દાવો – 35 હજાર વેપારીઓ – ઉદ્યોગપતિઓ દેશ છોડી ગયા..

શું ભારતમાંથી બીકના કારણે હજારો ઉદ્યોગપતિઓ દેશ છોડીને પરદેશ જતા રહ્યા છે ? પશ્ચિમ બંગાળના નાણામંત્રી અમિત મિત્રાએ દાવો કર્યો છે કે ભારતમાંથી 2014થી અત્યાર સુધીમાં 35 હજાર જેટલા નાના મોટા વેપારીઓ ઉદ્યોગપતિઓ ભારત છોડીને પરદેશમાં જતા રહ્યા છે. તેમના આ દાવામાં કેટલી સચ્ચાઇ છે તે એક તપાસનો વિષય હોઇ શકે.

પશ્ચિમ બંગાળના નાણામંત્રી અમિત મિત્રાએ કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભયના કારણે મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ દેશ છોડી રહ્યા છે. આ મુદ્દે મિત્રાએ સંસદમાં શ્વેતપત્ર રજૂ કરવા મોદી સરકાર સમક્ષ માગણી કરી હતી. મિત્રાએ દાવો કર્યો હતો કે વર્ષ 2014થી 2020ના છ વર્ષમાં અંદાજે 35 હજાર ઉદ્યોગપતિ-વેપારીઓ દેશ છોડીને જતા રહ્યા છે.

પશ્ચિમ બંગાળના નાણમંત્રીએ ટ્વિટર પર જણાવ્યું હતું કે દેશ છોડીને ચાલ્યા ગયેલા તમામ ઉદ્યોગપતિઓ હાઇ નેટવર્થ ઇન્ડીવીડ્યુઅલ (એચએનઆઇ) એટલે કે ધનિક લોકો છે. હવે તેઓ પ્રવાસી ભારતીય બની ગયા છે.

અમિત મિત્રાએ ગુરુવારે એકપછી એક ટ્વીટ કરીને સવાલ કર્યો હતો કે વિશ્વમાં હિજરતના મુદ્દે ભારત વિશ્વમાં નંબર વન છે. આવું શા માટે છે? શું ભયનો માહોલ છે? વડાપ્રધાને આટલા મોટાપાયે ઉદ્યોગપતિઓ-વેપારીઓની હિજરત મુદ્દે સંસદમાં શ્વેતપત્ર જારી કરવું જોઈએ. તેમણે મોર્ગન સ્ટેન્લીના એક રિપોર્ટનો સંદર્ભ આપતા જણાવ્યું હતું કે 2014થી 2018 દરમિયાન હાઇ નેટવર્થ ધરાવતા અંદાજે 23 હજાર ઉદ્યોગપતિઓ, ઉદ્યોગસાહસિકો ભારત છોડીને ચાલ્યા ગયા છે.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી