પાલનપુરની જ્યોર્જ ફિફ્થ ક્લબમાં જુગાર રમતાં 39 નબીરાઓને ઝડપ્યા

 ગાંધીનગર ડીજી વિઝિલન્સ સ્ટેટ મોનિટરિંગની ટીમે પાડ્યા દરોડા

પાલનપુરના જયોર્જ ફિફથ ક્લબમાં ગુરૂવારે સાંજે ગાંધીનગર ડીજી વિજિલન્સ સ્ટેટ મોનિટરિંગની ટીમે ઓચિંતો છાપો મારી જુગાર રમતાં 39 શખ્સોને રોકડ 1.75 અને 17 વાહનો કબ્જે લઇ કાર્યવાહી હાથ ધરી હતી. પાલનપુરમાં આવેલી જયોર્જ ફિફથ ક્લબમાં જુગાર રમાતો હોવાની માહિતીના આધારે ગાંધીનગર ડીજી વિઝિલન્સ સ્ટેટ મોનિટરિંગની ટીમે ગુરૂવારે સાંજે સ્થાનિક પૂર્વ પોલીસની ટીમને સાથે રાખી ઓચિંતો છાપો માર્યો હતો.

જ્યાં હારજીતનો જુગાર રમતાં 39 શખ્સોને ઝડપી લીધા હતા.જેમની પાસેથી રોકડ રકમ રૂ.1,75,000 તેમજ બાઈક સહિતના 17 વાહનો કબ્જે લીધા હતા. ઝડપાયેલા શખ્સો સામે મોડી સાંજ સુધી પોલીસ મથકે કાર્યવાહી હાથ ધરી હતી.

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી