અફઘાનિસ્તાનના હિંદુ કુશ ક્ષેત્રમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ

ભૂકંપના પગલે સ્થાનિકોમા ફેલાયો ફફડાટ

અફઘાનિસ્તાનના હિંદુ કુશ પ્રદેશમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી પ્રમાણે 4.3 તીવ્રતાથી ધરા ધ્રુજી હતી. જો કે, આ ભૂકંપના કારણે કોઈ જાનહાની થઈ નથી તેવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. આ અગાઉ 7 ઓક્ટોબરે રાજધાની કાબુલમાં પણ જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 હતી. ભૂકંપના આંચકા કાબુલના ઉત્તરપૂર્વમાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, 17 ઓગસ્ટે અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 હતી. આ આંચકા અફઘાનિસ્તાનના બજરકથી 38 કિમી ઉત્તરપૂર્વમાં અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર બજરક નજીક હતું અને તેની ઊંડાઈ 92 કિમી હતી. જો કે ભૂકંપના કારણે કોઈ જાનહાની કે જાનહાનિ થઈ નથી.

ભૂંકપના આંચકા આવે ત્યારે શું?

ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી