કચ્છમાં ભૂકંપનો આંચકો : 4.3ની તીવ્રતાનો ધરતીકંપ

કચ્છમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

આજે સવારે ફરી એકવાર કચ્છમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. આજે સવારે 9.46 વાગ્યે 4.3ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેનું કેન્દ્રબિંદું કચ્છના ખાવડા નજીક નોંધાયું હતું. તેમજ ગઈ કાલે રાતે પણ ભૂકંપનો આંચકો આવ્યો હતો.

ગઈ કાલે રાત્રે ભચાઉમાં 2.19 વાગ્યે પણ આંચકો આવ્યો હતો. જેની રિક્ટર સ્કેલ પર 2.2 ની તીવ્રતા નોંધાઇ હતી. જેનું ભચાઉથી 12 કિમી દૂર ભૂંકપનુ કેન્દ્રબિંદુ નોંધાયું હતું.

સવારે 9.46 વાગે 4.3 ની તીવ્રતાનો આ આંચકો હતો. જોકે, ભૂકંપની તીવ્રતા વધુ હોવાથી લોકો ભયભીત થઈ રસ્તા પર દોડી આવ્યા હતા. તો સાથે જ અનેક લોકો ડરી ગયા હતા. એક તરફ કચ્છમાં રણપ્રદેશ હોવાથી કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે. તો બીજી તરફ નીચે ધરા ધ્રૂજી રહી છે. બે કુદરતી આફતો સહન કરી રહેલા કચ્છવાસીઓ માટે આખુ વર્ષ આવી રીતે જ પસાર થતું હોય છે.

 48 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર