મૃતક સફાઈ કર્મીઓના પરિવારને ૪-૪ લાખની સહાય

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડભોઇ નજીક આવેલા દર્શન હોટલનો ખાળ કૂવો સાફ કરવા ઉતરેલા 7 શ્રમિકોના અપમૃત્યુ અંગે શોકની લાગણી વ્યકત કરી છે. અને સાતેય મૃતક શ્રમજીવીઓના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત દર્શન હોટલના સંચાલક સામે પણ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના વડોદરા જિલ્લા તંત્રને આપી છે. વિજય રૂપાણી નીતિ આયોગની બેઠક માટે દિલ્હીની મુલાકાતે ગયા છે, જ્યાં તેમને દુર્ઘટનાની જાણ થતાં તેઓએ મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે વડોદરાના ડભોઇ તાલુકાના ફરતીકુઇ ગામ પાસે આવેલી દર્શન હોટલમાં ગઈકાલે રાત્રે દુ:ખદ ઘટના બની હતી,  દર્શન હોટલનો ખાળકૂવો સાફ કરવા 7 મજૂર ઉતરેલા હતા. ત્યારે ખાળકૂવો સાફ કરતી વખતે ઝેરી ગેસના કારણે મોત ૭ મજુરો મોતને ભેટ્યા હતા.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી