ભોપાલમાં હોસ્પિટલમાં મોડીરાત્રે આગ લાગતા 4 માસુમ બાળકોના મોત

ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગ પર મેળવ્યો કાબુ

મધ્યપ્રદેશના ભોપાલની હમીદિયા હોસ્પિટલ કેમ્પસમાં સોમવારે રાત્રે આગ લાગી હતી. કમલા નેહરુ બિલ્ડીંગના બાળરોગ વિભાગમાં આગ લાગી હતી. અહીં 4 બાળકો દાઝી જવાને કારણે મૃત્યુ પામ્યા છે અને ઘણાને બહાર કાઢવામાં આવ્યા છે. જો કે આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. માહિતી બાદ ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરીમાં લાગી ગઇ હતી.

કમલા નહેરુ બિલ્ડિંગના પીડિયાટ્રિક વિભાગમાં આગ લાગી છે. અહીં 4 બાળકોના આગના કારણે મોત થયા છે અને અનેક બાળકોને બહાર કાઢવામાં આવ્યા છે. જો કે આગ લાગવાના કારણો જાણી શકાયા નથી. સૂચના બાદ ફાયર બ્રિગેડ અને પોલીસ સ્થળ પર પહોંચી ગઈ છે. ડોક્ટરોની ટીમને હોસ્પિટલ બોલાવવામાં આવી છે. એસેએનસીયૂમાં કુલ 40 બાળકો ભરતી હતા. જેમાંથી 36 બાળકોને બીજા વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાને હોસ્પિટલના શિશુ રોગ વોર્ડના એક ભાગમાં આગ લાગવાની જાણકારી પ્રાપ્ત કરી. તેમણે તાત્કાલિક હોસ્પિટલ મેનેજમેન્ટના બાળકોને સુરક્ષા અને ઉપચારના નિર્દેશ આપ્યા. મંત્રી વિશ્વાસ સારંગ અને ડીઆઈજી ઈર્શાદ વલી પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. ડોક્ટરોની ટીમને હોસ્પિટલમાં બોલાવવામાં આવી છે. મંત્રી વિશ્વાસ સારંગ પોતે બચાવ કામગીરી પર નજર રાખી રહ્યા છે. હોસ્પિટલમાંથી મળેલા વીડિયોમાં મંત્રી વિશ્વાસ સારંગ હોસ્પિટલ સત્તાવાળાઓ સાથે નજીકથી કામ કરતા જોવા મળ્યા હતા.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી