અમદાવાદના પરિવારની કાર મોરબી નજીક કુવામાં ખાબકતા 4ના મોત

કાર ચાલકને ઝોકુ આવતા કાર કૂવામાં ખાબકી

દિવાળની રજાઓં ફરવા ગયેલો અમદાવાદનો પરિવાર અકસ્માતનો ભોગ બન્યો છે, એક જ પરિવારમાં ચાર સભ્યોના મોતથી પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો છે.

મોરબીના વાંકાનેર તાલુકામાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, કોણકોટ પાસે કાર ચાલકને ઝોકુ આવતા એકાએક કાર કૂવામાં ખાબકી હતી જેમાં એક જ પરિવારના 4 સભ્યોના મોત નિપજ્યા છે.

અમદાવાદનો પરિવાર દિવાળીની રજામાં ફરવા ગયો અને ફરીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે કાર ચાલકને ઝોકુ આવી જતા કાર કુવામાં ખાબકી હતી જેમાં ચાર લોકોના મોત નિપજ્યા છે. અકસ્માતને પગલે આપસાના લોકોમાં હડકંપ મચી ગયો હતો અને ઘટનાની જાણ થતા જ લોકો મદદ માટે દોડી આવ્યા હતા પરતું કુવામાં ખાબકેલી કારમાંથી પરિવારને બહાર કાઢે તે પહેલા જ પરિવાર સભ્યોના મોત નિપજ્યા હતા. ઘટના અંગે માહિતી મળતા પોલીસ કાફતો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને બાદમાં તમામ મૃતકોને બહાર કાઢી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી