દ્વારકા-ખંભાળિયા હાઈવે પર બે કાર વચ્ચે ગોઝારા અકસ્માતમાં 4ના મોત, બાળકનો ચમત્કારિક બચાવ

દર્શન કરી પરત ફરતા અમદાવાદના પરિવારને કાળ ભરખી ગયો

ગુજરાતમાં બેફામ વાહનો હંકારવાના કારણે હિટ એન્ડ રન અને અકસ્માતમાં મોતના ચિંતાનજક રીતે વધી રહ્યા છે. ખેડા જિલ્લાના કઠલાલ પંથકમાં ગઈકાલે ગુરૂવારે મોડી રાત્રે કાર અને ટ્રક વચ્ચે ગોઝારા અકસ્માતમાં 5ને કાળ ભરખી ગયો હતો. ત્યારે આજે સાંજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા-ખંભાળિયા હાઈવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ચાર લોકોનાં ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા છે. જ્યારે એક બાળક ઘાયલ થયો છે. તમામ મૃતકો અમદાવાદના રહેવાસી હોવાનુ જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદનો પરિવાર દ્વારકા દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે ચરકલા નજીક અન્ય કાર સાથે અકસ્માત સર્જાયો હતો.

બનાવની વિગત પ્રમાણે અમદાવાદનો પરિવાર દ્વારકા દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે ચરકલા નજીક અન્ય કાર સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં ચાર લોકોનાં ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા છે. જ્યારે એક બાળકનો ચમત્કારિક બચાવ થયો છે.

અકસ્માતમાં ઘાયલ થયેલાની યાદી
રુદ્ર જયેશભાઈ ચૌધરી ઉ.વ.12 ધાયલ

અકસ્માતમાં મૃતકોના નામની યાદી
રોનક વિજયભાઈ રાજપુત.ઉ. વર્ષ 32
પુજા રોનકભાઈ રાજપુત,ઉ. વર્ષ 30
મધુબેન વિજયભાઈ રાજપુત, ઉ. વર્ષ 55
ભૂમિ જયેશભાઇ ચૌધરી.ઉ. વર્ષ 36

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી