જમ્મુ કાશ્મીરમાં સેનાનને મોટી સફળતા મળી છે. કાશ્મીરના પુલવામા ખાતે ચાર આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. પુલવામા ખાતે આતંકીઓ અને સુરક્ષાદળના જવાનો વચ્ચે અથડામણ સર્જાઇ હતી. જેમાં લશ્કર-એ-તૈયબાના ચાર આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. ઠાર કરવામાં આવેલા આતંકવાદી પાસેથી બે એકે-47 રાયફલ, એક એસએલઆર અને એક પિસ્ટલ મળી આવી છે.
સેનાએ હજી પણ બેથી ત્રણ આતંકવાદીઓને ઘેર્યા છે. અથડામણ દરમ્યાન સીઆરપીએફની 44 આર બટાલિયન, સેના અને સ્થાનિક એસઓજીની ટીમ અભિયાનમાં જોડાઈ છે. આ પહેલાં 28 માર્ચે સીઆરપીએફ, સેના અને પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં 4 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા.
આપને જણાવી દઇએ, આ પહેલાં 28 માર્ચે સીઆરપીએફ, સેના અને પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં 4 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. 29 માર્ચે બડગામમાં બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ દરમિયાન ચાર જવાન ઘાયલ થયા હતા.
115 , 3