કાશ્મીરમાં 4 આતંકીઓ ઠાર, સર્ચ ઓપરેશન જારી

બિહારના મજુરોની હત્યા કરનારા આતંકીઓનો બોલાવ્યો ખાતમો

જમ્મુ કાશ્મીરમાં સેનાએ કુલ 4 આતંકીઓને ઠાર કર્યા છે જેમના 2 આતંકીઓને શોપિયામાં અને 2 આતંકીઓને કુલગામમાં ઠાર કરવામાં આવ્યા છે. મૃત આતંકીઓએ બિહારના શ્રમીકોની હત્યા કરી હતી.

 કુલગામમાં સેના અને પોલીસે જોઈન્ટ ઓપરેશનમ હાથ ધરીને લશ્કકર એ તૈયબાના કમાંડર ગુલજાર અહમદ રેશી સહિત બેવ આતંકીઓને ઠાર કર્યા છે. કાશ્મીર પોલીસે જણાવ્યું છે કે માર્યા ગયેલા બે આતંકીઓએ બિહારના બે શ્રમીકોની પણ હત્યા કરી હતી.

અગાઉ સેના અને આતંકીઓ વચ્ચે કાશ્મીરના શોપિયામાં અથડામણ થઈ હતી. અને તે અથડામણમાં પણ સેનાએ લશ્કર-એ-તૈયબાના બે આતંકીઓને ઠાર કર્યા હતા. જેમા સેનાનો એક જવાન શહિદ થઈ ગયો હતો. જ્યારે અન્ય બે જવાનો ઘાયલ થયા હતા.

પોલીસના કહેવા પ્રમાણે શોપિયામાં જે આતંકીઓ માર્યા ગયા હતા. તેમણે ઉત્તરપ્રદેશના રહેવાસીની હત્યા કરી હતી. જે આતંકીની મોત થઈ છે તે આતંકી TRF શોપિયા જિલ્લાનો કમાંડર હતો. આપને જણાવી દઈએ કે છેલ્લા 15 દિવસોમાં કાશ્મીરની અંદર સેના દ્વારા 17 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.

 49 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી