જખૌના દરિયાકિનારેથી 400 કરોડનું હેરોઈન ઝડપાયું..

77 કિલો હેરોઈન સાથે પાકિસ્તાની બોટ સાથે 6 પાકિસ્તાની ઝડપાયા

ગુજરાતના દરિયાકાંઠેથી વધુ એક વખત ડ્રગ્સનો મસમોટો જથ્થો ઝડપાયો છે. કચ્છના જખૌ ખાતેથી અંદાજે 400 કરોડ રૂપિયાની કિંમતના 77 કરોડના ડ્રગ્સ સાથે પાકિસ્તાની ફિશિંગ બોટ ઝડપાઈ છે. અલ હુસૈનીના નામની પાકિસ્તાની ફિશિંગ બોટ સાથે 6 શખ્સોની પણ ધરપકડ થઈ છે. ઈન્ડિયન કોસ્ટગાર્ડ અને ATS એ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં જખૌના દરિયાકાંઠેથી પાકિસ્તાની બોટમાંથી 400 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજરાત દરિયાકાંઠેથી વધુ એક વાર મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ગુજરાતનો દરિયાકાંઠો હવે ડ્રગ્સની હેરાફેરી કરવાનું એપી સેન્ટર બની રહ્યું છે, ત્યારે કચ્છના જખૌ દરિયાકિનારે બાતમીના આધારે ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ‘અલ હુસેની’ નામની પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી.

આ બોટનું સર્ચ ઓપરેશન કરાતા તેમાંથી 400 કરોડ રૂપિયાનું 77 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. એટલું જ નહીં જખૌ દરિયાકાંઠે ઓપરેશન દરમિયાન 6 પાકિસ્તાની શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી હતી. હાલ તમામ લોકોને કસ્ટડીમાં લઈને તેમની પુછપરછ કરવામાં આવી રહી છે.

 38 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી