મોરબીના 47 યાત્રાળુઓ ઉત્તરાખંડમાં અટવાયા, જોશી મઠ નજીક નાળા પાસે બસ ફસાઈ

રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા સતત ઉત્તરાખંડના અધિકારીઓ સાથે સંપર્કમાં.. 

ઉત્તરાખંડમાં સતત ભારે વરસાદને કારણે ચારધામ યાત્રાએ ગયેલા અને હરિદ્વાર ફરવા ગયેલા ગુજરાતના અનેક યાત્રાળુઓ ફસાયા છે જેમાં મોરબીના 47 યાત્રાળુ હોવાનું જાણવા મળે છે. જો કે ઉત્તરાખંડમાં ફસાયેલા મોરબીના યાત્રાળુઓને તમામ મદદ મળી રહે તે માટે રાજયમંત્રી બ્રિજેશ મેરજા સતત ઉત્તરાખંડ પ્રશાસન સાથે સંપર્કમાં છે અને તમામ યાત્રાળુઓ સલામત હોવાનું તેમને જણાવ્યું હતું.

ગુજરાતમાંથી 140 પ્રવાસીઓ ઉત્તરાખંડ ગયા હોવાની પુષ્ટી થઈ છે. 110 પ્રવાસીઓ સાથે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ તરફથી સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે, 30 ગુજરાતી પ્રવાસીઓ સાથે હજુ સંપર્ક થઈ શક્યો નથી. તેમની સાથે સંપર્ક કરવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. 

મોબરીથી ઉત્તરાખંડ ગયેલા 47 પ્રવાસીઓ ઉત્તરાખંડમાં અટવાયા છે. જોકે, તમામ 47 પ્રવાસીઓ સુરક્ષિત હોવાનો મંત્રી બ્રિજેશ મેરજાએ દાવો કર્યો છે. જોશી મઠ નજીક પાગલ નાળા પાસે એક બસ ફસાઈ છે. જેમાં 42 લોકો મોરબીના, 4 લોકો ટંકારાના મીતાણા ગામના છે. આ લોકો ત્યાં ફસાયેલા છે. 

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સતવારા સમાજના લોકો મિતાણાની બાલાજી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની લકઝરી બસ ભાડે કરીને હરિદ્વાર યાત્રાએ ગયા હતા. હરિદ્વાર દર્શન બાદ આ યાત્રાળુઓ હરિદ્વારથી લોકલ બસ ભાડે કરી નાના, મોટા 47 પ્રવાસીઓ ચમોલી તરફ ગયા હતા જ્યાં ભારે વરસાદને કારણે આ તમામ યાત્રાળુઓ હાલમાં અધવચ્ચે ફસાઈ ગયા છે.

મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, જોશી મઠ નજીક પાગલ નાળા પાસે બસ ફસાઇ છે. ખાનગી બસમાં મોરબીના 47 જેટલા પ્રવાસીઓ ઉત્તરાખંડ ગયા છે. તમામ ફસાયેલા પ્રવાસીઓની જમવાની વ્યવસ્થા કરી છે. ઉત્તરાખંડમાં ફસાયેલા વિવેકભાઈ પરમારે જણાવ્યું હુતં કે, અત્યારે વરસાદ બંધ થયો છે. વરસાદના કારણે રસ્તો બંધ થઈ જતા ફસાયા છીએ.

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી