ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં વરસાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. વડોદરા, અમદાવાદ, રાજકોટ, સહિત અન્ય શહેરમાં ધમાકેદાર વરસાદ થઈ રહ્યો છે. અમદાવાદ હવામાન વિભાગના નિર્દેશક જયંત સરકારે કહ્યું કે, અગામી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદ થશે.

વરસાદી સિસ્ટમ સક્રિય થતા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદ પડશે. મધ્ય ગુજરાત અમદાવાદ, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, આણંદ વડોદરામાં ભારે વરસાદ પડી શકે છે.

જયંત સરકારે કહ્યું કે, શરૂઆતના દિવસોમાં ભારે વરસાદ થશે અને ત્રીજા દિવસે ખુબ ભારે વરસાદ અને ચોથા-પાંચમા દિવસે ઓછો વરસાદ થવાની સંભાવના છે. ભારે વરસાદને પગલે વડોદરામાં કેટલીએ સ્કૂલ આજે પણ બંધ રહી હતી.

દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, વાસદા, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય વિસ્તારો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ રહેશે. કચ્છ, દીવ, દમણ, દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં વરસાદ પડશે.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી