દહેગામ: વટવા ગામમાં SOGએ ગાંજા સાથે એક વ્યક્તિની કરી ધરપકડ

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વટવા ગામે એસઓજી પોલીસે દરોડા પાડી ગાંજાના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. મળતી વિગત મુજબ, વટવા ગામમાં એસઓજી ટીમે બુધાજી પ્રતાપના ધરે દરોડા પાડી આશરે 5 કિલો જેટલો ગાંજો ઝડપી પાડ્યો છે.

ઘરમાં સંતાડેલા આ ગાંજાની ગંધ છેક ગાંધીનગર એસઓજીને આવી, પરંતું દહેગામ પોલીસને જરાય મહેક પણ ન આવી. બાતમીને આધારે ગાંજાના આ જથ્થાને ઝડપી પાડવા એસઓજી ટીમને મોટી સફળતા મળી છે. ગાંજા સાથે ઝડપાયેલો આરોપી બુધાજી પ્રતાપ ગામના સરપંચનો દીકરો છે. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી