વટામણ ભાવનગર હાઈવે પર કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 5 લોકોના મોત

પાલિતાણાની પરિક્રમા કરીને પાછા ફરતા ખંભાતના પરિવારને અકસ્માત નડ્યો

વટામણ ભાવનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં પાંચ લોકોના કરુણ મોત નિપજ્યા છે. હાઈવે પર ઈકો કાર અને ટેન્કર ધડાકાભેર અથડાતા ગોજારો અસ્માત સર્જાયો હતો.. જેમાં ઈકો કારના કચ્ચરઘાણ થઈ ગયા હતો જ્યારે કારમાં સવાર 5 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. તો અન્ય ચાર લોકોને ગંભીર ઈજા થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

વટામણ ભાવનગર હાઈવે પર ઈકો કાર અને ટેન્કર વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં બાદ રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો જો કે અકસ્માતની જાણ પોલીસને કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને ટ્રાફિકને હળવો કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.. પોલીસ મૃતકોને પીએમ અર્થે ખસેડીને પરિવારને જાણ કરી હતી.અકસ્માતમાં મુત્યુ પામનાર તમામ લોકો ખંભાતના હોવાનું સામે આવ્યું છે જ્યારે અકસ્માતમાં અન્ય ઈજાગ્રસ્તોને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પાલિતાણાની પરિક્રમા કરીને પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો
પ્રાપ્ત વિગતો અનુસાર, ખંભાતનો પરિવાર પાલિતાણા દર્શનાર્થે ગયો હતો અને પરિક્રમા કરીને પરત ફરતા સમયે તેમની કારનો ધોળકાની વટામણ ચોકડી પાસે ટેન્કર સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતને પગલે પાંચ લોકોનાં કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

 80 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી