USમાં ક્રિસમસ પરેડમાં કાળમુખી કારે અનેકને હડફેટે લેતા 5ના મોત, 40થી વધુ ઘાયલ

Video : અમેરિકામાં અફરાતફરીનો માહોલ

અમેરિકાના વિસ્કોન્સિનમાં રવિવારે સાંજે લોકોએ ક્રિસમસ પરેડ કાઢી હતી જે પરેડમાં એક કાર ઘુસી ગઈ અને કારચાલકે લોકો પર કાર ફેરવી દીધી હતી. આ ઘટનામાં કુલ 5 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 40 લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. સાજે સાડા ચાર વાગ્યે આ ઘટના વોકેશાના મિલ્વોકીમાં બની જ્યારે મોટી સંખ્યામાં લોકો પરેડમાં શામેલ થયા હતા.

પોલીસના કહેવા પ્રમાણે એક લાલ કલરની એસયૂવી કાર ક્રિસમસ પરેડમાં ઘુસી ગઈ હતી જેમા કારચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. તે સમયે તે કારે 20થી વધુ લોકોને ટક્કર મારી હતી જેમા બાળકો પણ શામેલ હતા. ઘટનામાં કુલ 5 લોકોના મોત થયા છે જ્યારે ઘણા બધા લોકો ઘાયલ પણ થયા હતા. જેમને તાત્કાલીક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા અને હાલ તેઓ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળજ છે.

કુલ 12 બાળકો સહિત 23 લોકોને હોસ્પિટલમાં દાખલ કર્યા હોવાનું સામે આવ્યું છે. જોકે સ્થાનિક પોલીસે આ સમગ્ર મામલે એક કારચાલક યુવકની પણ ધરપકડ કરી છે. તંત્રના કહેવા પ્રમાણે જે સમયે કારચાલકે લોકો પર કાર ચઢાવી ત્યારે તેને રોકવા માટે ફાયરિંગ કરવાની ફરજ પણ પડી હતી. ઘટાને લઈને આજે વોકેશાના મિલ્વોકીમાં સ્કૂલો બંધ રાખવામાં આવી છે સાથેજ રસ્તાઓ પણ બંધ રહેશે.

 26 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી