ગુજરાતના 5 પોલીસ અધિકારીઓને સ્પેશિયલ ઑપરેશન મેડલથી કરાશે સન્માન

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સ્પેશ્યલ ઓપરેશન મેડલ 2020ની કરી જાહેરાત..

ગુજરાત ATS DIG હિમાંશુ શુક્લા સહિત ચાર અધિકારીઓને “Union Home Minister’s Special Operation Medal” એનાયત કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા સ્પેશ્યલ ઓપરેશન મેડલની જાહેરાત કરવામાં આવી હતી. 2020ના વર્ષ માટે વિવિધ દળ માટે ખાસ સુવિધા આપીને સિમાચિન્હ રૂપ કામગીરી કરનારા જવાનોને ગૃહમંત્રાલય દ્વારા એવોર્ડ આપવામાં આવે છે. ગુજરાતના પાંચ પોલીસ અધિકારીઓની આ એવોર્ડ માટે પસંદગી થઇ છે. જેમાં એટીએસ ડીઆઇજી હિમાંશુ શુક્લા, સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ ઇમ્તિયાઝ શેખ, એટીએસ ડીવાયએસપી કનુભાઇ પટેલ (કે.કે પટેલ) પોલીસ ઇન્સપેક્ટર વિજય મલ્હોત્રા અને સિનિયર ઇન્સપેક્ટર કેતન ભુવાની એવોર્ડ માટે પસંદગી થઇ હતી. 

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શનિવારે 2020ના ગૃહમંત્રી વિશેષ ઓપરેશન મેડલ માટે પોલીસકર્મીના નામની જાહેરાત કરી છે. જેમાં ચાલુ વર્ષે આ પદ માટે કુલ 39 પોલીસ અધિકારીઓની આ મેડલ માટે પસંદગી કરવામાં આવી છે. ગુજરાતના 5, દિલ્હીના 15, કરેળના 8,  કર્ણાટકના 6 અને તમિલનાડુના 5 પોલીસ અધિકારીનું સન્માન કરાશે.

ગૃહ મંત્રાલય દેશમાં આતંકી અને નક્સલ પ્રભાવિત એરિયામાં સ્પેશિયલ ઓપરેશન માટે આ એવોર્ડ આપે છે. ગુજરાત પોલીસને અધિકારીઓને 8 જાન્યુઆરીના ઓપરેશન માટે મેડલ આપવામાં આવશે તેમ ગૃહ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે.

ગુજરાતમાંથી DIG હિમાંશુ શુકલ, SP ઇમ્તિયાઝ શેખ, Dy.sp કનુભાઇ પટેલ, ઇન્સપેકટર વિજયકુમાર મલ્હોત્રા, SI કેતન ભુવાને મેડલથી સન્માનવામાં આવશે.

 76 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર