ઝારખંડનાં સરાયકેલામાં પોલીસની ગાડી પર નક્સલી હુમલો થયો છે. આ હુમલામાં પાંચ પોલીસકર્મી શહીદ થઇ ગયા છે. શહીદ પોલીસકર્મીમાં બે ASI અને ત્રણ કોન્સ્ટેબલ સામેલ છે. ઘટના બાદ નક્સલી પોલીસના હથિયારો લઇને ફરાર થઇ ગયા.
મળતી માહિતી પ્રમાણે બાઇક પર આવેલા હુમલાખોરોએ પેટ્રોલિંગ કરી રહેલી પોલીસની ગાડી પર ફાયરિંગ કર્યું હતુ. જાણકારી પ્રમાણે કુકડ સાપ્તાહિક બજારમાં પેટ્રોલિંગ કરી પોલીસ ટીમ પરત ફરી રહી હતી.
આ દરમિયાન ઘાત લગાવી બેઠેલા નક્સલીઓએ પોલીસ પેટ્રોલિંગ ટીમ પર હુમલો કર્યો. પાંચ પોલીસકર્મીને ગોળી લાગી અને ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. પોલીસની જવાબી કાર્યવાહીમાં કેટલાક નક્સલીઓને પણ ગોળી લાગવાની સૂચના છે.
33 , 1