September 23, 2020
September 23, 2020

રાયગઢમાં ચમત્કાર.! 20 કલાક બાદ 4 વર્ષના માસૂમનો આબાદ બાચાવ

કાટમાળમાંથી બાળકનો સુરક્ષિત બચાવ, લોકોએ તાળીઓ પાડી NDRFને કહ્યું, ‘શુક્રિયા..’

મહારાષ્ટ્રના રાયગઢના મહાડમાં સોમવારે એક 5 માળની ઇમારત ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં બે લોકોના મોતના સમાચાર છે. જ્યારે અન્ય કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે હજુ 50 જેટલા લોકો હજુ ફસાયેલા હાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને લઇ લોકોને કાટમાળમાંથી શોધી કાઢવા માટે NDRFની ટીમે સતત રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે. અત્યાર સુધીમાં 60 જેટલા લોકોને સફળ રીતે બચાવી લેવામાં આવ્યા છે.

આ દુર્ઘટનામાં એક ચમત્કારી ઘટના પણ બની છે. 20 કલાક બાદ એક ચાર વર્ષના માસૂમનો આબાદ બચાવ થયો છે. બચાવ કામગીરીમાં સામેલ NDRF ટીમના જણાવ્યા અનુસાર, બાળક કાટમાળની નીચેથી મળી આવ્યો હતો.

NDRFના જવાનો કાટમાળને હટાવતા હતા, આ દરમિયાન કિનારે બેઠેલા એક બાળક જોયો હતો. જે બાદ તેને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો. બાળકને સલામત જોઈ લોકોએ રાહતના શ્વાસ લીધા હતા. બાળકને ઈજા થઈ હોવાથી તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. તો બીજી તરફ NDRFની આ સરાહનિય કામગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયો વાયરલ થયા બાદ લોકો દિલથી આભાર માની રહ્યા છે.

આ ઘટના મુંબઈથી 170 કિમી દુર રાયગઢમાં બની છે. ધરાશાયી થયેલી આ ઈમારતમાં 45 ફ્લેટ હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વહીવટી અધિકારીઓ તેમજ બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

 125 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર