50 લાખની લાંચ કેસની પોલીસ બેડામાં ભારે ચર્ચા, કોના માટે લીધી ?

સામાન્ય લોકોની સાથે ACBએ થર્ટી ફર્સ્ટની અનોખી ઉજવણી કરી…!

ગુજરાતના પોલીસતંત્રની ઇતિહાસમાં એક સામાન્ય હેડ કોન્સ્ટેબલ દ્વારા 50 લાખ રૂપિયાની ભારેખમ લાંચ લેવાના કિસ્સાએ સરકારમાં અને પોલીસ બેડામાં ભારે ચકચાર જગાવી છે. એક સામાન્ય કોન્સ્ટેબલની 50 લાખની લાંચ લેવાની હિમ્મત કઇ રીતે થઇ અથવા તે કોઇ મોટા સાહેબો વતી લાંચની રકમ લેવા આવ્યો હતો કે કેમ તેની પણ ચર્ચા અને તપાસ ACBએ શરૂ કરી છે.

2020ના છેલ્લા દિવસે જ્યારે પોલીસ થર્ટી ફર્સ્ટની ઉજવણીના બંદોબસ્તમાં હતી. અને એજ દિવસે એસીબીએ વર્ષ દરમિયાનની કામગીરીના લેખા જોખા આપ્યા એજ દિવસે અમદાવાદથી થોડાક કિમી દૂર આણંદમાં આરઆર સેલનો કોન્સ્ટેબલ પ્રકાશસિંહ રાઓલ હેવમોર રેસ્ટોરેન્ટમાં 50 લાખની લાંચ લઇ રહ્યા હતો. વાસ્તવમાં એસીબીના હાથમાં એક એવો મોટો કેસ આવ્યો કે જાણે કે એસીબીએ થર્ટી ફર્સ્ટની ઉજવણી કરી હોય..

પોલીસ બેડામાં એવી ચર્ચા છે કે એક સામાન્ય કોન્સ્ટેબલની આટલી હિંમત ના થઇ શકે. બનાવટી ખાતર કેસમાં પહેલા 60 લાખની રકમ આપવા સોદો થયો. પરંતુ રકઝકના અંતે 50 લાખમાં પતાવટ કરવાનું નક્કી કરીને પૈસા ક્યા આપવા તે સ્થલ સામાવાળાને જણાવવામાં આવ્યું. ફરિયાદીએ એસીબીને જાણ કરી ત્યારે એસીબીની સત્તાવાળાઓ પણ લાંચની રકમ સાંભળીને ચોંકી ગયા હતા. સમગ્ર ટ્રેપ સફળ થાય તેવું આયોજન થયું અનેે ટ્રેપ સફળ થઇ જેમાં અત્યાર સુધીની સૌથી મોટી લાંચ કોઇ પોલીસકર્મીએ લીધી હોય તેવું એસીબીની ચોપડે નોંધાઇ ગયું.

 80 ,  1