સાબરમતી નદીમાંથી પાંચ જ દિવસમાં મળી આવ્યો 500 ટન કચરો

અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસને લઇને સાબરમતી નદીને સાફ કરવાનું મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં તા.૨ જી ઓક્ટોબર ગાંધી જયંતી સુધીમાં સાબરમતી નદીને સ્વચ્છ કરી દેવામાં આવશે. 5 દિવસના અભિયાનમાં 60 હજાર લોકોએ ભાગ લીધો હતો તેમજ 31 જેસીબી, 6 બોબકેટ, 12 ટ્રક, 147 ટ્રેકટર, 2000 તગારા, 1000 પાવડા સહિતની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે ઉપરાંત
સાબરમતી નદીની સફાઈ દરમિયાન પ્લાસ્ટિક, ચુંદડીઓ, કપડાં સહિતનો 500 ટન જેટલો કચરો મળી આવ્યો હતો.

હવે નદીમાં માત્ર ટ્રીટ પાણી જ છોડવામાં આવશે. જેના માટે 350 કરોડના ખર્ચે 6 નવા STPT પ્લાન્ટ બનાવવામાં આવશે. જેમાંથી 325 MLD પાણી છોડવામાં આવશે. આ કચરો રેફ્યુઝ સાઇટ પર મોકલવામાં આવ્યો હતો. જ્યાંથી માટી અલગ કરી અને ત્યાંથી કચરાને પીરાણા ડમપિંગ સાઇટ પર નાખવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં હવે મશીનરીથી સાબરમતી નદીની સફાઈ કરવામાં આવશે.

 45 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી