અમદાવાદ : દાણીલીમડા વિસ્તારમાં 506 પેટી દારૂ ઝડપાયો, ત્રણ ધરપકડ

કોઝી હોટલ પાસેથી PCBએ દરોડા પાડી 30.60 લાખનો દારૂ ઝડપ્યો

દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂની રેલમછેલ થતી જોવા મળી રહી છે. રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પરથી લાખોનો દારૂ ઝડપાતો હોય છે. એમાં ખાસ કરીને અમદાવાદમાં સૌથી વધુ દારૂ ઝડપાય છે. ત્યારે ફરી એક વાર PCBએ લાખોનો દારૂ ઝડપી પાડ્યા છે. શહેરમાં કેટલાક સમયથી PCB દ્વારા અલગ અલગ વિસ્તારોમાં દારૂ રેડ બુટલેગરોને જેલ હવાલે કર્યા છે.

PCBને બાતમી મળી હતી કે શહેરની દાણીલીમડા વિસ્તારમાં એક ચોક્કસ જગ્યાએ લાખો રૂપિયાની કિંમતનો દારૂ સંતાડવામાં આવ્યો છે. આ બાતમીના આધારે PCBએ દરોડા પાડતા 30.6 લાખનો દારૂ મળી આવ્યો હતો. આ દરોડામાં પોલીસ દારૂ રાખવાની જગ્યા જોઈ ચોંકી ગઈ હતી. કારણ કે શહેરની વચોવચ્ચ આવેલા એક ગોડાઉનમાં કોઈ માલસામાન રાખવામાં આવે તેમ દારૂ સંતાડવામાં આવ્યો હતો. દાણીલીમડામાં આવેલ અલ કુબા એસ્ટેટમાં કોઝી હોટલ પાછળ આવેલા ગોડાઉન એ-11માંથી લાખો રૂપિયાનો દારુ ઝડપાયો હતો.

દારૂના ધંધામાં બૂટલેગરના અવનવા કીમિયા સામે આવે છે ત્યારે હવે બૂટલેગર પણ રીતસર ઇન્ડસ્ટ્રીઝની જેમ એસ્ટેટમાં ગોડાઉન ભાડે રાખીને દારૂનો જથ્થો મૂકતા હતા. ત્યાર બાદ તેઓ રિક્ષા, બાઇક કે જે સાધન મળે એના વડે બિનધાસ્ત દારૂની ડિલિવરી શહેરમાં કરતા હતા.

પોલીસને આ ગોડાઉનમાંથી 6,000થી વધુની દારૂની બોટલ મળી આવી હતી. આ દારૂ રાખવા માટે આરોપીઓએ 1 દિવસ પહેલાં જ ગોડાઉન ભાડે રાખ્યું હતું. આ પહેલાં તેઓ લોકડાઉન સમયથી આ રીતે બે-ત્રણ દિવસ માટે અલગ અલગ જગ્યાએ દારૂનો જથ્થો રાખવા માટે ગોડાઉન ભાડે રાખતા હતા.

આ સમગ્ર રેકેટમાં પોલીસે ઇસતીયક સૈયદ, વિવેક સંઘાણી, અને મુસ્તાક શેખની ધરપકડ કરી છે,

 91 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર