ખેડૂતો માટે 546 કરોડનું રાહત પેકેજ જાહેર

2.82 લાખ ખેડૂતને લાભ મળશે, કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ કરી જાહેરાત

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારને એક મહિનો પૂરો થઈ ગયો છે. ત્યારે એક મહિનામાં ગુજરાતની જનતાના હિત માટે અનેક સુખકારી નિર્ણયો લેવામાં આવ્યા છે. ત્યારે આજે યોજાયેલા કેબિનેટ બેઠક બાદ નિર્ણય લેવાયો કે, ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે ચાર જિલ્લામાં જે પ્રકારે તારાજી સર્જાઈ છે, તેમાં 546 કરોડનું પેકેજ જાહેર થયું છે. જામનગર, રાજકોટ, પોરબંદર અને જુનાગઢ ચાર જિલ્લામાં મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી. 22 તાલુકાના 682 ગામોને લાભ આપવાનો નિર્ણય કર્યો છે. 2.82 લાખ ખેડૂતોને લાભ મળવાનો છે 25 ઓક્ટોબર થી 20 નવેમ્બર સુધી નવી અરજી સ્વીકારવામાં આવશે.

ખેડૂતોને ઓછામાં ઓછા પાંચ હજાર રૂપિયા આપવાનો નિર્ણય આ પેકેજમાં કરવામાં આવ્યો છે. સાથે જ સૌરાષ્ટ્રમાં સતત વરસાદ ચાલુ રહ્યો હતો તેના પણ સર્વેની કામગીરી ચાલી રહી છે તે લોકોને પણ મદદ અને સહાય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. તેમજ ગોડાઉન માટે 50 હજારની સહાય વધારીને એક લાખ રૂપિયા સુધીની સહાય કરવાનો નિર્ણય કર્યો છે. 

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી