પંજાબ-હરિયાણામાં 13 દિવસમાં પરાળી બાળવાની 57,000 ઘટના : NASA

નાસાએ સેટેલાઇટના આધારે સર્વેક્ષણ કર્યું, હવે હરિયાણામાં પ્રદૂષણનું લોકડાઉન

અમેરિકન અવકાશ સંશોધન સંસ્થા નાસા દ્વારા જારી કરવામાં આવેલા સેટેલાઇટ અહેવાલ પ્રમાણે પંજાબ અને હરિયાણામાં એક નવેમ્બરથી 13મી નવેમ્બર દરમિયાન પરાળી બાળવાની રેકોર્ડબ્રેક ઘટનાઓ નોંધાઇ છે. પરાળી બાળવાની મોસમમાં બન્ને રાજ્યો દ્વારા સંયુક્ત રીતે 2012 બાદ સૌથી વધુ પરાળી આ વર્ષે બાળવામાં આવી છે.

ગત 13 દિવસમાં બન્ને રાજ્યોમાં પરાળી બાળવાની 57,263 ઘટનાઓ નોંધાઇ છે. નાસા દ્વારા જારી કરવામાં આવેલા ડેટા પ્રમાણે પરાળી બાળવાની સિઝનની ગણતરી પહેલી ઓક્ટોબરથી ધ્યાને લેવામાં આવે છે. 2016માં સમગ્ર સિઝન દરમિયાન બન્ને રાજ્યોમાં પરાળી બાળવાની કુલ 52,719 ઘટનાઓ નોંધાઇ હતી. જ્યારે નવેમ્બરના ગત 13 દિવસમાં જ કુ 57,263 ઘટનાઓ નોંધાઇ છે.

ચાલુ સિઝન દરમિયાન અત્યાર સુધીમાં આવી 75,225 ઘટનાઓ નોંધાઇ છે, જે 2020ની કુલ ઘટનાઓમાંથી માત્ર 440 ઘટનાઓ ઓછી છે. નાસાના માર્શલ સ્પેસ ફ્લેઇટ સેન્ટરના સીનિયર સાયન્ટિસ્ટ પવન ગુપ્તાનું કહેવું છે કે સેટેલાઇટ એનાલિસિસ પ્રમાણે પંજાબમાં ગત વર્ષની સરખામણીએ અત્યાર સુધીમાં ઓછી પરાળી બાળવામાં આવી છે, જ્યારે હરિયાણાએ વર્ષ 2020 કરતા વધુ પરાળી બાળી નાંખી છે.

વર્ષ 2016માં બન્ને રાજ્યોમાં કુલ 94,173 ઘટનાઓ નોંધાઇ હતી, જે તે સમયે વિક્રમી આંકડો હતો અને તે વર્ષે દિલ્હીમાં પણ સૌતી ભયાનક અને જોખમી હવા પ્રદૂષણ ફેલાયું હતું. આ વર્ષે પણ પરાળી બાળવાની રેકોર્ડબ્રેક ઘટનાઓના કારણે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હવા પ્રદૂષણ વધુ ઘેરૂં અને જોખમી બને તેવી શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી