September 25, 2022
September 25, 2022

અમદાવાદ, ગાંધીનગર અને જામનગરમાં સૌ પ્રથમ 5G સેવા થશે શરૂ

ગુજરાતના ત્રણ સહિત દેશના 13 શહેરમાં 2022ના વર્ષમાં શરૂ થશે 5G સેવા

2022ના વર્ષમાં દેશના 13 શહેરમાં 5G સેવા લોંચ કરવામાં આવશે. સોમવારે ડોટ (DoT) તરફથી એક અધિકૃત નિવેદનમાં આ વાત કહેવામાં આવી હતી. આ 13 શહેરમાં ગુજરાતના ત્રણ શહેર પણ સામેલ છે. ડોટના કહેવા પ્રમાણે દિલ્હી, ગુરુગ્રામ, મુંબઈ, પુણે, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરબાદ, ચંદીગઢ, લખનઉ, અમદાવાદ, ગાંધીનગર અને જામનગરમાં 2022ના વર્ષમાં કૉમર્શિયલ 5G સેવા લોંચ કરવામાં આવશે. ડોટ તરફથી નિવેદનમાં કહેવાયું છે કે, “આ મેટ્રો અને મોટા શહેરોમાં આવતા વર્ષે સૌથી પહેલા 5G સેવા લૉંચ કરવામાં આવશે.”

ઉલ્લેખનીય છે કે હાલ ભારતી એરટેલ (Bharti Airtel), રિલાયન્સ જિયો (Reliance Jio) અને વોડાફોન આઈડિયા (Vodafone-Idea) તરફથી 700 MHz, 3.5 GHz અને 26 GHz બેન્ડ્સ પર 5G સેવાનું ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત આ કંપનીઓ ભારતમાં આ ટેક્નોલોજીથી શૈક્ષણિક, મોબિલીટી અને સુરક્ષા ક્ષેત્રમાં કેવાં કેવાં ફાયદા થશે તેને ગણાવી ચૂકી છે. કોમ્યુનિકેશન મંત્રી અશ્વિની વૈષ્ણવે ગત મહિને એક નિવેદનમાં કહ્યુ હતુ કે, “આવતા વર્ષે એપ્રિલ-મે મહિનામાં 5G સ્પેક્ટ્ર્મની હરાજી થશે.”

જોકે, હરાજી પ્રક્રિયામાં થોડું મોડું થઈ શકે છે. કારણ કે ટ્રાય 5G અંગે પોતાની ભલામણો માર્ચ મહિના સુધી આપશે. આ ઉપરાંત ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ પણ સરકારને 5G સ્પેક્ટ્રમની કિંમત વ્યાજબી રાખવાની વાત કરી ચૂક્યા છે. જેનાથી આ ક્ષેત્ર સાથે જોડાયેલા વધુમાં વધુ ઉદ્યોગો તેમાં ભાગ લઈ શકે.

દેશમાં લોકો ઉત્સુકતાથી 5જી (5G in India) લોન્ચ થવાની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. કારણ કે ઝડપી ઇન્ટરનેટ સેવાઓ સાથે આપણા જીવનની ગુણવત્તા પર પણ અસર પડશે. તો ચાલો જાણીએ 5જી નેટવર્ક કઇ રીતે તમામ ક્ષેત્રો પર અસર કરશે.

 54 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી