અમદાવાદમાં પોલીસકર્મીની દાદાગીરી, યુવકને કારણ વગર માર્યો ઢોર માર Pics

અમદાવાદમાં વધુ એક પોલીસકર્મીની દાદાગીરીની ઘટના પ્રકાશમાં આવી છે. એરપોર્ટ પોલીસ સ્ટેશનના કર્મીએ એક યુવકને કારણ વગર ઢોર માર માર્યો હોય તેવા આક્ષેપો સામે આવ્યા છે.

મળતી જાણકારી અનુસાર આ વ્યક્તિનું નામ નરેશ છે જેને એક પોલીસકર્મીએ બેરહમીપૂર્વક માર માર્યો છે. પોલીસના માર બાદ હાલમાં યુવકને સારવાર હેઠક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

નરેશ સરદારનગર ખાતે રહે છે. યુવક કોઈ અજાણ્યા વિસ્તાર પાસેથી નીકળતો હતો અને તેને અંદાજો પણ ન હતો કે અહીં દારૂનો અડ્ડો ચાલી રહ્યો છે.

યુવકને આ વિસ્તારમાં જોઈ પોલીસે તેણે ઉઠાવી લઇ માર માર્યો હતો અને એકતરફી આક્ષેપો કર્યા હતા. જાણવા મળ્યું છે કે નરેશ દારૂના અડ્ડા પાસેથી ચાલીને નીકળતો હતો તે દરમિયાન પોલીસકર્મીએ નરેશને બોલાવીને ઢોર માર માર્યો છે.

આ બધા વચ્ચે યુવકને માર મારવામાં આવેલા શરીર પરના નિશાન સામે આવ્યા છે. તમે જોઈ શકો છો કે યુવકની પીઠ પાછળ મારના અનેક ફોડલા ઉપસી આવ્યા છે. આ મામલે હાલ પોલીસએ કંઈ જણાવ્યું નથી.

 57 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી