ચીનના સિચુઆનમાં 6ની તીવ્રતાનો ભૂકંપ, 11ના મોત, 122 ઘાયલ

ચીનના યિબિન શહેરના ચાંગિંગ કાઉન્ટીમાં 17 જુને રાતે 10.55 કલાકે પહેલી વખત 6ની તીવ્રતાનો ભૂંકપ આવ્યો હતો. ત્યારબાદ ચીનના સિચુઆનમાં 5.3ની તીવ્રતાની સાથે બીજો ઝાટકો ૧૮ જુને સવારે આવ્યો હતો. ભૂંકપના બે ઝાટકામાં 11 લોકોના મોત થયા છે, જ્યારે 122 લોકો ઘાયલ થયા છે.

રાજધાની ચેંગદુમાં અર્થ ક્વેક વોર્નિંગ સિસ્ટમે ભૂકંપ આવ્યાના એક મિનિટ પહેલા લોકોને સર્તક કર્યા હતા. ત્યારબાદ ભારે ભૂંકપનો આંચકો આવ્યો હતો. ભૂકંપ બાદ કટોકટી વ્યવસ્થાપન મંત્રાલયે રાહતની કામગીરી શરૂ કરી છે. તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવકર્મીઓને મોકલવામાં આવ્યા છે. રાષ્ટ્રીય ખાદ્ય મંત્રાલયે પાંચ હજાર ટેન્ટ, 10 હજાર ફોલ્ડિંગ બેડ અને 20 હજાર રજાઈ ભૂકંપ અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલ્યા છે.

મંત્રાલયે કહ્યું કે, 63 ફાયર વિભાગની ગાડીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે અને 302 ફાયરકર્મીઓને બચાવ કાર્યમાં લગાવી દેવાયા છે. હાઈવેને હાલ બંધ કરવામાં આવ્યો છે. સાથે જ બે અન્ય રસ્તાઓને પણ બંધ કરવામાં આવ્યા છે. તેમજ મેઈદોંગ અને શુઆંગે શહેરમાં ટેલિફોન, ઈન્ટરનેટ તમામ સંચાર વ્યવસ્થા ઠપ થઈ ગઈ છે.

 12 ,  1