તહેવારોમાં 26/11 જેવી ઘટનાને અંજામ આપવાના હતા ઝડપાયેલા આતંકીઓ

ISIના ખતકનાક મનસૂબા, પૂછપરછમાં ઘટસ્ફોટ

દેશને હચમચાવવાના કાવતરામાં પકડાયેલા છ આતંકીઓએ પૂછપરછમાં ઘણા મહત્વના ખુલાસા કર્યા હતા. આ પ્રકારના હુમલાથી દેશના ઘણા રાજ્યોને હચમચાવી દેવાનું તેઓનું ષડયંત્ર હતું. આ માટે આઇએસઆઇ અને અંડરવર્લ્ડ વ્યાપક તૈયારી કરી રહ્યા હતા. 

ISI ની સૂચના મળ્યા પછી, ઘણા રાજ્યોના મેટ્રો શહેરોમાં બોમ્બ બ્લાસ્ટ થવાના હતા. પકડાયેલા આતંકવાદીઓ ઓસામા અને ઝીશાનને પાકિસ્તાનમાં તાલીમ આપવામાં આવી હતી જ્યાં મુંબઈ આતંકી હુમલાના દોષી અજમલ અમીર કસાબને તાલીમ આપવામાં આવી હતી.આતંકવાદીઓએ ખુલાસો કર્યો છે કે તેમને માત્ર રેકેટ અને હથિયારોની વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું હતું. 

બોમ્બ બ્લાસ્ટ માટે રામલીલા અને નવરાત્રિના કાર્યક્રમો હતા નિશાના પર

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પાકિસ્તાન સંગઠિત આતંકી મોડ્યૂલનો પર્દાફાશ કર્યો છે. સ્પેશિયલ સેલે 6 લોકોની ધરપકડ કરી છે. જેમાંથી બે લોકોએ પાકિસ્તાનમાંથી ટ્રેનિંગ લીધી છે. સ્પેશિયલ સેલના ડીસીપી પ્રમોદ કુશવાહે જણાવ્યું કે, સ્પેશિયલ સેલે આતંકીઓેને ઝડપી પાડવા ખાસ ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં કેટલાક વિસ્ફોટક અને હથિયારો જપ્ત કર્યા છે. આ ધરપકડ દિલ્હી, યૂપી, મહારાષ્ટ્રમાંથી કરવામાં આવી છે. દિલ્હી પોલીસ છેલ્લાં એક મહિનાથી આ ઓપરેશનને પાર પાડવા મથી રહી હતી. સ્લીપર સેલનો ઉપયોગ કરીને આ આતંકીઓ દેશમાં કોઈ આતંકી ઘટનાને અંજામ આપવાનું કાવતરૂ રચી રહ્યા હતા.

સ્પેશિયલ સેલ દ્વારા પકડાયેલા બે આતંકવાદીઓનું નામ ઓસામા અને ઝિશન બાઈ છે. મળતી માહિતી મુજબ, પકડાયેલા આતંકીઓના અંડરવર્લ્ડ સાથે પણ સંપર્ક છે. સૂત્રોના જણાવ્યા અનુસાર યુપીના પ્રયાગરાજમાં યુપી એટીએસના સહયોગથી દરોડા પાડવામાં આવ્યા હતા. સ્પેશિયલ સેલના ઇનપુટ પર પ્રયાગરાજમાં કારેલીમાંથી ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે. આરોપીઓના કબજામાંથી હથિયારો અને દારૂગોળો મળી આવવાના સમાચાર છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ધરપકડ કરાયેલ આતંકી મોડ્યુલ ISI ના સમર્થન હેઠળ દેશના મોટા શહેરોમાં વિસ્ફોટો અને આતંકવાદી હુમલાનું કાવતરું ઘડી રહ્યું હતું. આ ષડયંત્રને પાર પાડવા માટે હથિયારો અને વિસ્ફોટકો એકત્ર કરવામાં આવ્યા હતા. પકડાયેલા 2 આતંકીઓ ડી કંપની સાથે સંકળાયેલા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મોડ્યુલ વિશે માહિતી ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળી હતી. તપાસમાં જાણવા મળ્યું કે તેમનું નેટવર્ક ઘણા રાજ્યોમાં ફેલાયેલું છે. આ પછી દરોડા પાડવામાં આવ્યા અને મહારાષ્ટ્રમાં રહેતા એક આતંકવાદીને કોટાથી પકડવામાં આવ્યો. આ સિવાય 2 ને દિલ્હીમાંથી અને 3 ને ઉત્તરપ્રદેશ ATS ની મદદથી પકડવામાં આવ્યા હતા.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી