બસ નદીમાં ખાબકતા 6 મુસાફરોના મોત

મેઘાલયમાં ભયાનક દુર્ઘટના

મેઘાલયમાં એક ભયાનક અકસ્માત થયો છે. તુરાથી શિલોંગ જતી એક બસ રિંગડી નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં છ મુસાફરોના મોત થયા હોવાના અહેવાલ છે. આ અકસ્માત મોડી રાત્રે 12 વાગ્યે થયો હતો. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અન્ય મુસાફરોને બચાવવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે.

મીડિયા અહેવાલો અનુસાર, ચાર મૃતદેહો નદીમાં બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે બે મૃતદેહો હજુ પણ બસની અંદર ફસાયેલા છે. પોલીસના જણાવ્યા અનુસાર 16 ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત નોંગશ્રમ પુલ પર થયો, જે પૂર્વ ગારો હિલ્સ અને પશ્ચિમ ખાસી હિલ્સ જિલ્લાઓની સરહદ છે.

પૂર્વ ગારો હિલ્સ પોલીસના જણાવ્યા અનુસાર, મેઘાલય પરિવહન નિગમની બસમાં 21 મુસાફરો હતા. આ દુર્ઘટના રાજધાનીથી લગભગ 185 કિમીના અંતરે બની હતી. માહિતી મળ્યા બાદ બચાવ કામગીરી ચાલી રહી છે.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી