અમદાવાદ: વૃદ્ધ દંપતિને ઘરેથી ઘસેડીને પોલીસ મથક લઇ જવાનો મામલો

6 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ, PI સામે તપાસના અપાયા આદેશ

ચાંદખેડામાં વૃદ્ધ દંપતીને ઘરેથી ઘસેડી પોલીસ સ્ટેશન લઈ જવાનો મામલે છ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે. આ અંગેની ફરિયાદ અને સીસીટીવી સામે આવ્યા બાદ બે મહિલા સહિત 6 પોલીસ કર્મચારી સસ્પેન્ડ કરાયા છે. તેમજ ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઇ સામે ખાતાકીય પગલાં ભરવા પોલીસ કમિશનરને ભલામણ કરાઈ છે.

મકાન માલિકે ભાડે રહેતા પીઆઇ વી.જી રાઠોડ પાસે મકાન ખાલી કરાવ્યું હતું. જેની અદાવત રાખી ચાંદખેડા પીઆઇ સાથે મળી વૃદ્ધ દંપતી સાથે આવો વ્યવહાર કરાયાનો આક્ષેપ કરાયો છે. આ અંગે કોર્ટમાં રજુઆત કરાતા ફરિયાદ નોંધવા સહિત કાર્યવાહીના આદેશ કરતા સસ્પેન્ડની કાર્યવાહી કરાઇ છે.

 70 વર્ષીય વૃદ્ધ દંપતીને ઘરમાંથી ઢસડી જઈ ગેરકાયદે રીતે લોકઅપમાં બંધ રાખવા અને માર મારવાના ચાંદખેડા પોલીસ પર લાગેલા આક્ષેપ સાથે ગુજરાત હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરવામાં આવી હતી. રિટ પિટિશનમાં પોલીસ સ્ટેશનના પીઆઈ કે.પી. પટેલ અને ઈન્ટેલિજન્સ બ્યૂરોના અન્ય એક અધિકારી સહિતના જવાબદાર અધિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવા અને વૃદ્ધ દંપતીને વળતર ચૂકવવાની માગ કરવામાં આવી હતી. હાઈકોર્ટે ગુજરાત સરકારને આ મામલે રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો હતો.

અરજદાર દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રજુઆત કરાઇ હતી કે, ઇન્ટેલિજન્સ બ્યુરોના પોલીસ અધિકારી વિજય રાઠોડે ઘરની માલિકીના હક્ક બાબતે તેના પુત્ર રાજુ રબારીને ખોટી રીતે પરેશાન કરતા ચાંદખેડા પોલીસમાં અરજી કરી હતી. પુત્ર રાજુ રબારીએ ખોટી રીતે પરેશાન કરવાના હેતુથી ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. અરજીમાં રાજુ રબારીએ પોલીસ અધિકારી વિજય રાઠોડ પાસે લીધેલા ઉછીના નાણા પરત ન કર્યાનો આરોપ લગાવાયો હતો. 

જે અંગે કોઇ જાણ કે પુછપરછ વિના જ ચાંદખેડા પોલીસ અને વિજય રાઠોડ નામના પોલીસ અધિકારીએ તેના ઘરે જઇને પુત્રને ચાંદખેડા પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. પોલીસ દ્વારા રાજુ પર માનસિક ત્રાસ ગુજારાયો હતો. અશોભનીય વર્તન માતા સાથે કરવામાં આવ્યાનો દાવો પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત દસ્તાવેજો પર બળજબરી સહી કરાવવામાં આવી હતી. અરજદાર વતી કોર્ટમાં હાજર વકીલે સહી કરી કે, જો અરજદારના પુત્રે ઉછીના પૈસા લીધા હતા. તેમના માતા-પિતા પર ત્રાસ કેમ ગુજારાયો. અરજદાર વકીલે વૃદ્ધ દંપત્તીને ઘસડીને લઇ જતા સીસીટીવી અને તસવીરો પણ રજુ કરી હતી. 

 26 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી