રાજ્યમાં એક દિવસમાં 6 ટકા વરસાદ, સિઝનમાં અત્યાર સુધી 46 ટકા

ગુજરાત રાજ્યમાં શરેરાશ 816 મી.મી. વરસાદની સામે 376.56 મી.મી. (15 ઇંચ) એટલે કે 46.15% વરસાદ પડી ચુક્યો છે. 31મી જુલાઇએ શરેરાશ વરસાદ 40 ટકા હતો જે એક જ દિવસમાં વધીને 46.15 ટકા થઇ ગયો છે.

12 તાલુકાઓમાં 1000 મી.મી. કરતાં પણ વઘારે વરસાદ છે જેમાં વલસાડ જિલ્લાના તમામ છ તાલુકાઓ, ડાંગ જિલ્લાના બે તાલુકા, નવસારી જિલ્લાના 3 તાલુકાઓ, સુરત જિલ્લાના એક તાલુકાનો સમાવેશ થાય છે. 40 તાલુકાઓમાં 500 મી.મી.થી (20 ઇંચ) વધુ વરસાદ છે. 3 તાલુકાઓમાં 50 મી.મી.આસપાસ વરસાદ જ છે. જેમાં કચ્છના ગાંધીધામ, અમદાવાદના માંડલ, સુરેન્દ્રનગરના દસાડા તાલુકાઓનો સમાવેશ થાય છે.

20 તાલુકાઓમાં 50થી 125 મી.મી. સુધી વરસાદ છે. 82 તાલુકાઓમાં 126થી 250 મી.મી. વરસાદ છે. જૂન મહિનામાં શરેરાશ 108.59 મી.મી. વરસાદ નોંધાયો હતો જ્યારે જુલાઇ મહિનામાં સરેરાશ 222.37 મી.મી. વરસાદ થયો છે. ગત વર્ષે 31 જુલાઇ સુધી રાજ્યમાં 450 મી.મી. એટલે કે શરેરાશ 54.17 % વરસાદ નોંધાયો હતો.

વડોદરા શહેર-તાલુકામાં બુધવારે થયેલા ધોધમાર વરસાદના કારણે સિઝનનો વરસાદ 92 ટકા સુધી પહોંચી ગયો છે. સરેરાશ વરસાદ 989 મી.મી.ની સામે બુધવારે 499 મી.મી. વરસાદ થયો હતો. સિઝનમાં અગાઉ 407 મી.મી. વરસાદ થયો હતો જે મળી અત્યાર સુધી 906 મી.મી. વરસાદ થઇ ગયો છે જે સિઝનના 91.65 ટકા છે. સરદાર સરોવરમાં 56.30% જળસંગ્રહ મળીને રાજ્યના ડેમોમાં જળસંગ્રહ 37.90 % છે.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી