રિપોર્ટમાં ઘટસ્ફોટઃ ભારતમાં 60 ટકા બાળકો નથી ભણી શકતા ઓનલાઈન ક્લાસ

શહેરોમાં પણ ખરાબ સિગ્નલ અને ઈન્ટરનેટ સ્પીડની સમસ્યા

કોરોના સંક્રમણના કારણે શાળાઓ લગભગ છેલ્લા 18 મહિનાથી બંધ હતી. હાલમાં તબક્કાવાર રીતે શાળાઓ શરૂ કરવામાં આવી છે. જોકે હજી પ્રી-પ્રાઈમરી અને સેકન્ડરી શાળાઓ બંધ છે. વધુમાં શાળાઓ ખુલી છે તેમ છતા તેને ફરજિયાત કરવામાં આવી નથી.

શાળાઓમાં ઓફલાઈન અને ઓનલાઈન બન્ને વર્ગ ચાલી રહ્યા છે. પરંતુ કોરોનાકાળમાં સદંતર શાળાઓ બંધ રહેતા ઓનલાઈન શિક્ષણ શરૂ કરાયું હતું. જે મામલે એક રિપોર્ટમાં ચોંકાવાનો ખુલાસો સામે આવ્યો છે. રિપોર્ટમાં આ વર્ચ્યુઅલી સિસ્ટમનો પર્દાફાશ થયો છે.

60 ટકા બાળકો ઈન્ટરનેટનો ઉપયોગ કરવામાં અસમર્થ

રિપોર્ટમાં દાવો કરાયો છે કે, ભારતમાં 60 ટકાથી વધુ બાળકો ઈન્ટરનેટનો ઉપયોગ કરવામાં અસમર્થ છે. આવી સ્થિતિમાં ઓનલાઈન ક્લાસ ચલાવતી શાળાઓ અને વૈકલ્પિક શીક્ષણ પ્રણાલીને મોટો ફટકો પડ્યો છે. અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં આ વિગતો બહાર આવી છે.

અન્ય એક સર્વેમાં જાણવા મળ્યું છે કે, અડધાથી વધુ વાલીઓ માત્ર ગ્રામીણ જ નહીં પરંતુ શહેરી વિસ્તારોમાં પણ શાળાઓમાં ઈન્ટરનેટ સિગ્નલ અને સ્પીડ અંગે ફરિયાદ કરે છે. આ સિવાય મોબાઈલ ડેટા પર થતો જંગી ખર્ચ પણ તેમના માટે સમસ્યા બન્યો છે.

માત્ર 20 ટકા બાળકો જ કરી શકે છે ઓનલાઈન ક્લાસ

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, માત્ર 20 ટકા બાળકો જ એવા છે. જે આ મહામારી દરમિયાન સંપૂર્ણપણે ઓનલાઈન ક્લાસ લેવા સક્ષમ છે. આમાંથી માત્ર અડધા બાળકો જ LIVE ક્લાસમાં જોડાવા સક્ષમ છે.

ઘણા બાળકોએ શાળાઓ છોડી દીધી

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે લગભગ 38 ટકા બાળકોએ ઈન્ટરનેટની સમસ્યાના કારણે કંટાળી આખરે શાળા છોડી દીધી છે. સર્વેમાં 38 ટકા વાલીઓએ કહ્યું છે કે, ઓનલાઈન ક્લાસ યોગ્ય રીતે થતા નથી. બાળક ઓફલાઈન ક્લાસમાં જે રીતે અભ્યાસ કરી સમજી શકે છે તે આમાં થતું નથી.

 15 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી