મોરબીમાં 600 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, UAEમાં ઘડાયો હતો પ્લાન

મોરબીથી ઝડપાયેલા ડ્રગ્સનું પાકિસ્તાન કનેક્શન

ડ્રગ્સની હેરાફેરી માટે ભારતના માછીમારોને તૈયાર કરે છે પાકિસ્તાન 

ગુજરાતમાં પાકિસ્તાનથી મોટી માત્રામાં ડ્રગ્સ ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયું છે. ગુજરાત પોલીસ મોટું ઓપરેશન પાર પાડીને 120 કિલો હેરોઇન ઝડપી લીધું છે. આ ડ્રગ્સની કિંમત 600 કરોડ રૂપિયા થાય છે. ગુજરાતમાં ડ્રગ્સ મોકલવાનું કાવતરૂ પાકિસ્તાની માફિયાએ UAEમાં ઘડ્યું હોવાનો પર્દાફાશ પણ થયો છે. મોરબીના ઝીંઝુડા ગામથી ગુજરાત એટીએસની ટીમ દ્વારા દરોડા પાડી મકાનમાંથી ડ્રગ્સ ઝડપી પડાયું છે. 

મોરબી ડ્રગ્સ કેસમાં સમસુદ્દી સૈયદ, હુસૈન ઉર્ફે જબ્બાર જોડિયા અને ગુલામ હુસૈન નામના ત્રણ આરોપી પકડાયા છે. પાકિસ્તાનથી ઝાહિદ બશિર બ્લોચ પાસે દરિયાઈ માર્ગે માલ મંગાવ્યો હતો. ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં માલની ડિલીવરી મધદરિયેથી લેવામાં આવી હતી. જ્યાંથી માલ લાવીને દ્વારકાના દરિયા કિનારે સંતાડી દેવાયો હતો. બાદમાં મોરબીના ઝીંઝુડા ગામમાં મુખ્તારના કાકાના નવા બની રહેલા ઘરમાં જથ્થો સંતાડયો હતો. ગુલામ અને ઝબ્બાર અવારનવાર દુબઇ જતા હતા, જ્યાંથી તેઓ પાકિસ્તાની ડ્રગ માફિયા ગેંગ સાથે સંપર્કમાં આવ્યો હોવાની આશંકા છે. દૂબઈમાં ગુજરાતમાં ડ્રગ્સ લાવવાનું આખુ કાવરતુ રચવામાં આવ્યુ હતું. આ ત્રણેય આરોપીઓ પાકિસ્તાનના ઝહીર સાથે સંપર્કમાં હતા.

પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓ ગુજરાતની દરિયાઈ સીમાનો ઉપયોગ શરૂ કર્યો – DGP આશિષ ભાટિયા

રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસનું મોટું ઓપરેશન છે. 120 કિલો હેરોઇન પકડાયું છે, જેની આંતરરાષ્ટ્રીય કિંમત રૂ. 600 કરોડની કિંમત થાય છે. દેશમાં ડ્રગ્સ ઘુસાડવા માટે પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓ ગુજરાતની દરિયાઈ સીમાનો ઉપયોગ શરૂ કર્યો છે. જો કે એજન્સીઓ સતર્ક હોવાથી ડ્રગ્સ ઝડપાઈ જાય છે.

ભારતની આંતરરાષ્ટ્રીય દરિયાઇ સીમામાંથી લાવ્યા હતા. આ કેસમાં સમસુદ્દીન સૈયદ, જબ્બાર મુખ્તાર હુસૈન અને ગુલામ હુસૈનની અટકાયત કરવામાં આવી છે. આ અંગે કેન્દ્રીય એજન્સીઓને પણ જાણ કરવામાં આવી છે. પાકિસ્તાનના સ્મગલરો ડ્રગ્સ લઈને આંતરરાષ્ટ્રીય સરહદ સુધી આવે છે. ત્યાર બાદ આરોપીઓ પોતાની બોટ લઈ સરહદ સુધી જાય છે અને માલની ડિલિવરી લઈ લે છે.

માલ પહેલા આફ્રિકા મોકલવાનો હતો 

પાકિસ્તાની ડ્રગ માફિયા ઝાહિદ બલોચ ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સના 2019 ના 227 કિલો હેરોઇન ગુનામાં વોન્ટેડ છે. તે પાકિસ્તાનમાં જ રહે છે, અને વોન્ટેડ જાહેર કરાયો છે. અહી જબ્બાર જોડિયા જામનગરના જોડિયા ગામનો છે. તો ગુલામ ભાગડ સલાયાનો વતની છે. ત્રીજો સમસુદ્દીન છે. ઓક્ટોબર 2021 માં ડ્રગ્સની ડિલીવરી લઈને સલાયામાં રાખવામાં આવી હતી, જેના બાદ સમસુદ્દીનને સાચવવામાં આપ્યો હતો. આ માલ આફ્રિકન દેશોમાં મોકલવાનુ હતું, પણ બાદમાં પ્લાનિંગ બદલીને તેને ભારતમાં ડિલીવર કરાયો હતો. ગુલામ બાગડના પણ આંતરારાષ્ટ્રીય તાર જોડાયેલા છે. 

ઝીંઝુડામાં દોરા ધાગાનું કામ કરતો હતો સમસુદ્દીન

કરોડોનું ડ્રગ્સ પકડાયા બાદ 1800 લોકોની વસ્તુ ધરાવતુ ઝીંઝુડા ગામ ચર્ચામાં આવ્યું છે. આ કેસમાં પકડાયેલો સમસુદ્દીન ઝીઝુડાનો વતન છે. ગામના સરપંચના કહેવા પ્રમાણે, ગામમાં આરોપી સમસુદ્દીન દોરા ધાગાનું કામ કરતો હતો.  સમસુદ્દીનના ઘરે જામનગર, રાજકોટ, વાંકાનેર, મોરબી સહિતના સૌરાષ્ટ્રના સેન્ટરમાંથી લોકો આવતા હતા. સમસુદ્દીન મૂળ બાબરા તાલુકાના મિયાખીજડિયા ગામનો રહેવાસી છે અને છેલ્લા દોઢ વરસથી ઝીંઝુડા ગામે રહેવા માટે આવ્યો હતો. તેના પિતા હુસેનમિયા સૈયદનું કોરોનામાં મોત થતા માતા સાથે ઝીંઝુડા રહેવા આવ્યો હતો. ઝીંઝુડા ગામમાં દોરા ધાગા કરતો હોવાથી અનેક લોકો મળવા આવતા હતા. 

ગુજરાતમાં ક્યાંથી ઘૂસ છે ડ્રગ્સ?

ગુજરાત પાસે છે 1600 કિમી લાંબો દરિયા કિનારો છે. સાથે જ ગુજરાતની બોર્ડરને અડીને આવેલા પાડોશી દેશ પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં નશાની ખેતી સાથે જોડાયેલા છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસે છે. ઈરાન અને પાકિસ્તાનની ડ્રગ્સ ઘૂસાડવામાં સાંઠગાંઠ છે. જમીની સરહદનો પહેરો ઝડબેસલાક છે એટલે માફિયાઓનો ડોળો દરિયા પર છે. ગુજરાતના 14 પોર્ટ કાર્ગો સંચાલિત છે. પોર્ટ પર આવતા તમામ સામાનની ઉંડાણથી તપાસ શક્ય નથી. જેનો ફાયદો ઉઠાવી ડ્રગ્સ માફિયાઓ અવનવી તરકીબ અપનાવે છે. ભારતમાં કેટલાક ગદ્દારોના પાકિસ્તાન સાથે છેડા મળેલા છે. ડ્રગ્સ માફિયાઓની લિંક અફઘાનિસ્તાનના અનેક શહેરોમાં પણ છે. ગુજરાતના દરિયે આવેલું ડ્રગ્સ દેશના અનેક ખૂણામાં સપ્લાય કરવાનો પ્લાન કરાય છે. અહીંથી અન્ય પશ્ચિમી દેશોમાં પણ ડ્રગ્સ મોકલે છે. 

 21 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી