ફિલ્મ જગતની 600 હસ્તીઓએ BJPનો કર્યો વિરોધ, મત ન આપવાની કરી અપીલ

બોલીવુડ અભિનેતા નસીરુદ્દીન શાહ સહિત થિયેટર અને આર્ટથી જોડાયેલા 600થી વધારે હસ્તીઓએ ભાજપનો બહિષ્કાર કરી વોટ ન આપવા અપીલ કરી છે. દરેક હસ્તીઓએ એક પત્ર લખીને જનતાને સાવધાન કરતા કહ્યું કે, વોટ ન આપી બીજેપી અને તેના સહયોગીઓને સત્તાથી બહાર કરો.

અપીલ કરનારાઓમાં અમોલ પાલેકર, નસીરુદ્દીન શાહ, ગિરીશ કર્નાડ, એમ કે રૈના અને ઉષા ગાગુંલી જેવી ચર્ચિત હસ્તીઓ પણ સામેલ છે. આ તમામ હસ્તિઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત તરફ તેના બંધારણની અવધારણા ખતરામાં છે. ભાજપને મત ના આપો. 12 ભાષામાં તૈયાર કરવામાં આવેલો આ પત્ર ગુરુવારે જાહેર કરાયો હતો.

 87 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી