September 23, 2020
September 23, 2020

કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ ખુદ થયા આઇસોલેટ, અમિત શાહના સંપર્કમાં આવ્યા હતા

સૂચના અને કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ થયા ક્વોરન્ટાઈન, શનિવારે અમિત શાહ સાથે કરી હતી મુલાકાત

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને કોરોના થયા બાદ કેન્દ્રીય મંત્રીઓએ પોતાને આઇસોલેટ કરી રહ્યા છે. ત્યારે કેંન્દ્રીય સૂચના અને કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે પોતાને ક્વોરન્ટાઈન કર્યા છે. રવિશંકર પ્રસાદ શનિવારે અમિત શાહના સંપર્કમાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, હાલ તેમાંનામાં કોઈ લક્ષણો નથી પરંતુ તબીબી પ્રોટોકોલ હેઠળ પોતાની જાતને ખુદ આઇસોલેટ કર્યા છે.

જણાવી દઈએ. અમિત શાહને કોરના પોઝિટીવ આવ્યા હોવાનું માલૂમ પડતાં તેમણે સંપર્કમાં આવ્યા હોય તેવા લોકોને આઇસોલેટ તેમજ કોરોના ટેસ્ટ કરાવવા સલાહ વિનંતી કરી હતી.

ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું હતું, “કોરોનાના પ્રારંભિક લક્ષણો જણાતા મેં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મારી તબિયત સારી છે પરંતુ, ડોક્ટર્સની સલાહથી હોસ્પિટલમાં દાખલ થયો છું. મારી અપીલ છે કે તમારા માંથી જે કોઈ ગત દિવસોમાં મારી સાથે સંપર્કમાં આવ્યા હોય તે કૃપા કરી સ્વયં આઇસોલેટ થઇ જાઓ અને પોતાના કોરોના ટેસ્ટ કરાઓ

 96 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર