66A કાયદો 6 વર્ષ પહેલા રદ્દ, કેસ હજી કેમ?

સોશિયલ મીડિયા પર વાત કહેવાનો દરેકને હક, શું પોલીસ કાયદા નથી વાંચતી?

સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરનાર લોકો સામે થતી કાર્યવાહી પર સુપ્રીમે કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે હાલ સ્થિતિ ચિંતાજનક છે. આ મુદ્દે કોર્ટે બે અઠવાડિયામાં કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે. આખી વાત એમ છે કે એક બિનસરકારી સંસ્થાએ કોર્ટમાં અરજી કરી હતી કે જે લોકો સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરી પોતાની વાત મૂકે છે તેમના વિરુદ્ધ પોલીસ કેસ થઈ રહ્યા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં, બીજા ક્રમે ઝારખંડ અને બાદ યુપીમાં નોંધાયા છે.

વકીલ સંજય પારેખે સોમવારે સુનાવણી દરમ્યાન કહ્યું કે આવો કાયદો રદ કર્યા બાદ પણ પોલીસ સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરવાવાળા લોકો વિરુદ્ધ કેસ કરે છે અને તેમેને જેલમાં પણ મોકલે છે. આ વિશે જસ્ટિસ આરઍફ નરમીન, જસ્ટિસ કેએમ જોસેફ, અને જસ્ટિસ બી આર ગવઈએ કહ્યું કે “અમને ખબર છે, સ્થિતિ હાલ ખરાબ અને ચોંકાવનારી છે.” જવાબમાં જનરલ કે કે વેણુગોપાલે કહ્યું કે નવા IT એક્ટ મુજબ તેમાં એકદમ સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે. આ પર જસ્ટિસ નરમીને હસીને કહ્યું કે પોલીસ આવા કોઈ કાયદા વાંચતાં નહીં હોય”

સુનાવણી દરમ્યાન એર્ટોર્ની જનરલ કેકે વેણુગોપાલે જણાવ્યું કે, કાયદાની કિતાબમાં હજી સુધી બદલી નથી IT એક્ટ ધારા 66 Aને સુપ્રીમ કોર્ટે 2015માં અસંવૈધાનિક બતાવીને રદ્દ કર્યો હતો જે ધારા હજી સુધી કાયદાની કિતાબમાં છે. આ બુકમાં માત્ર એક ફૂટનોટ રહે છે જેમાં લખ્યું હોય છે કે, આ ધારા સુપ્રીમ કોર્ટે રદ્દ કરી છે. તેમણે કહ્યું કે, ફૂટનોટને કોઈ વાચતું નથી જેને પગલે બુકમાં સ્પષ્ટ લખવામાં આવે જેથી પોલિસ અધિકારી ભ્રમિત ના થઈ શકે.

કોર્ટેમાં PUCLતરફથી સિનિયર વકિલ પારિખે જણાવ્યું કે, 10 માર્ચ 2021 સુધી દેશમાં 11 રાજ્યોની અદાલતોમાં અત્યાર સુધી 745 કેસ પેન્ડિંગ છે જેમાં 66એ હેઠળ આરોપ લાગ્યા છે. તેમજ વધુ કહ્યું કે, આ ધારાને સુપ્રીમ કોર્ટે અમાન્ય ઘોષિત કરી છે તે પછી પણ પોલિસ આ ધારાનો ઉપયોગ કરે છે.

આ બાદ કોર્ટે સરકારને બે અઠવાડિયામાં આ સવાલનો જવાબ લેખિતમાં માંગ્યો છે અને કહ્યું છે કે અમને જણાવો કે દેશભરમાં આવી કેટલી ફરિયાદો લઈ તેના પણ કેસ કરવામાં આવ્યા છે અને તેનું સ્ટેટ્સ શું છે. ત્રણ અઠવાડિયા બાદ ફરી આ અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.

 23 ,  1