7 બેઠકની ઓફર પર માયાવતી થયા ક્રોધિત, કૉંગ્રેસ ગઠબંધન માટે બળનું ભ્રમ ન ફેલાવે.

રવિવારે જ કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી તેમજ આર.એલ.ડી માટે 7 બેઠકો ફાળવશે.મહત્વનું છે કે અખિલેશ યાદવ, મુલાયમ સિંહ યાદવ,ડીમ્પલ યાદવ,માયાવતી, અજીત સિંહ તેમજ જયંત ચૌધરી આ બેઠકો પર ચૂંટણી મેદાનમાં ઉતરશે.

2019 લોકસભાની ચૂંટણી ખુબજ રસપ્રદ છે. તેમજ ઉત્તરપ્રદેશ માટે આ જંગ રસાકસી ભર્યો છે. ઉત્તર પ્રદેશમાં મતદાન વાતાવરણ દરરોજ રસપ્રદ વળાંક લે છે. ત્યારે માયાવતી, બહુજન સમાજ પક્ષના અધ્યક્ષ માયાવતી ગઠબંધનમાંથી બહાર આવી રહ્યા નથી.તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે એસપી-બીએસપી ગઠબંધન ભારતીય જનતા પક્ષને હરાવવા માટે પૂરતું છે.તેવામાં કોંગ્રેસ બળજબરીથી બેઠક છોડવાના ભ્રમ ફેલાવે નહીં.

બસપાના સુપ્રીમોનો આવો અંદાજ એવા સમયે સામે આવ્યો જયારે કોંગ્રેસ દ્વારા રવિવારે ઘોષણા કરવામાં આવી હતી કે કોંગ્રેસ સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળ માટે 7 ફાળવવા માટે એલાન કર્યું હતું.એટલે કે આ 7 બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમ્મેદવારો પાસે ચૂંટણી નહિ લડાવે અને આ બેઠકો પર અખિલેશ યાદવ, મુલાયમ સિંહ યાદવ,ડીમ્પલ યાદવ,માયાવતી, અજીત સિંહ તેમજ જયંત ચૌધરી ચૂંટણી લડશે..

કોંગ્રેસની આ ઓફરથી માયાવતીએ સખ્તાઈ થી વર્તન કર્યું હતું અને તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ સાથે કોઈજ પ્રકારનું ગઠબંધન નથી. આ મામલે માયાવતીએ ટ્વીટર દ્વારા જણાવ્યુ હતું કે કોંગ્રેસ પાર્ટી સાથે કોઈ પ્રકારનું અમારે ગઠબંધન છે નહી અને અમારા કાર્યકરો કોંગ્રેસ પાર્ટી દ્વારા ફેલાવવામાં આવતા ભ્રમમાં ભોળવાઈ નહી.

તેની સાથે જ માયાવતીએ કોંગ્રેસને ઉત્તરપ્રદેશની 80 બેઠક પર ચૂંટણી લડવા માટે ચુનોતી આપી છે. માયાવતીએ પોતાના ટ્વીટમાં વધુમાં લખ્યું હતું કે અમારું ગઠબંધન ભાજપને હરાવવા માટે સક્ષમ છે. કોંગ્રેસ યુપીમાં ગઠબંધન માટે 7 બેઠક માટે ભ્રમ ન ફેલાવે. તેમજ તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં સંપૂર્ણ આઝાદ છે અને તે 80 બેઠકો પર ચૂંટણી લડી શકે છે…

 77 ,  3