પાકિસ્તાન સામે વનડે શ્રેણી પહેલા ઈંગ્લેન્ડના 3 ખેલાડી સહિત 7ને કોરોના

ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે વન ડે સિરીઝ 8 જુલાઈથી શરૂ

પાકિસ્તાન વિરુદ્ધ વન ડે સિરીઝ શરૂ થયાના બે દિવસ અગાઉ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના 3 ખેલાડી સહિત 7 સભ્ય કોરોના વાયરસથી સંક્રમિત થયા છે આ અંગેની જાણકારી ખુદ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે આપી છે. નોંધનીય છે કે, ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે વન ડે સિરીઝ 8 જુલાઈથી શરૂ થઈ રહી છે.

ઈંગ્લેન્ડ વિ. પાકિસ્તાન વન ડે કાર્યક્રમ
8 જૂલાઈ- પ્રથમ વનડે ઈંટરનેશન, સોફિયા ગાર્ડેન્સ, કાર્ડિફ
10 જૂલાઈ, બીજી વન ડે ઈંટરનેશનલ, લોર્ડ્સ, લંડન
13 જૂલાઈ, ત્રીજી વન ડે ઈંટરનેશનલ, એઝબેસ્ટન, બર્મિંઘમ

ઈંગ્લેન્ડ વિ. પાકિસ્તાન ટી 20 સિરીઝ કાર્યક્રમ
16 જૂલાઈ, પ્રથમ ટી 20 ઈંટરનેશનલ, ટ્રેંટ બ્રિઝ, નોંટિંધમ
18 જૂલાઈ, બીજી ટી 20 ઈંટરનેશનલ હેડિંગ્લે, લીડ્સ
20 જૂલાઈ, ત્રીજી 20 ઈંટરનેશનલ, ઓલ્ડ ટ્રેફર્ડ, મેનચેસ્ટર

 82 ,  1